તા.૧૩
મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના પ્રેરક માર્ગદર્શન હેઠળ રાજ્યના દરેક જિલ્લા મથકે સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ તારીખ ૧૪-૦૮-૨૦૧૮ના રોજ ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવાનો નિર્ણય થયેલ છે. આ અંગે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર વિજયસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકને સંબોધન કરતા જિલ્લા કલેક્ટર વાઘેલાએ ત્રિરંગા યાત્રાના આયોજન અંગે જરૂરી સલાહ સૂચનો અને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ ત્રિરંગા યાત્રા કલેક્ટર કચેરીથી કોલેજ ગ્રાઉન્ડ ખાતે જશે. યાત્રામાં ૭૦ પોલીસ જવાનો બાઇક રેલી કાઢશે.
આ યાત્રા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ એટલે કે ૧૪ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ સાંજે ૫.૩૦થી શરૂ થઇ સ્થાનિક વિસ્તારોમાં ફરશે. આ યાત્રામાં પોલીસ બેન્ડ, યુવાનો અને જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં જોડાશે. રાષ્ટ્રધ્વજ સાથેના વાહનોમાં રાષ્ટ્રના આદરણીય મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, ક્રાંતિવીરો ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદની તસવીરોથી સુશોભિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત સમાપન કાર્યક્રમમાં જિલ્લાના નામાંકિત મહાનુભાવો દ્વારા મશાલ પ્રજ્વલન કરવામાં આવશે. તેમજ આ મશાલ સમક્ષ ઉપસ્થિત નાગરિકો દેશ પ્રત્યે પ્રતિજ્ઞા દ્વારા સમર્પણનો સંકલ્પ લેશે.
લુણાવાડાના દરેક જિલ્લા મથકે આજે તિરંગા યાત્રા યોજાશે

Recent Comments