માઉન્ટ મોનગાનૂ, તા.પ
થિસારા પરેરા (૧૪૦)ની કારકિર્દીની પ્રથમ શતકીય ઈનિંગ છતાં ન્યુઝીલેન્ડે ત્રણ મેચોની વન-ડે સિરીઝની બીજી મેચમાં શનિવારે શ્રીલંકાને ર૧ રને હરાવી ર-૦થી લીડ મેળવી લીધી છે. વિજય માટે ૩ર૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે એક સમયે ૧ર૮ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી પણ પરેરા ૭૪ બોલની સ્ફોટક ઈનિંગમાં ૧૪૦ રન બનાવી ટીમને મેચમાં પરત લાવ્યો. પરેરા આઉટ થનાર અંતિમ બેટસમેન હતો. જેનાથી ટીમ ૪૬.ર ઓવરમાં ર૯૮ રનમાં સમેટાઈ ગઈ. તેણે પ૭ બોલમાં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી પુરી કરી છે. શ્રીલંકા માટે ત્રીજી સૌથી ઝડપી સદી છે. તેનાથી ઓછા બોલમાં જયસૂર્યાએ બે વખત ૪૮ અને પપ બોલમાં સદી ફટકારી છે. પરેરાએ પોતાની ઈનિંગમાં આઠ ચોગ્ગા અને ૧૩ સિકસર ફટકારી. આ પહેલા ઓપનર મુનરો (૮૭), ટેલર (૯૦) અને નીશામ (૬૪)ની અર્ધશતકીય ઈનિંગોની મદદથી ન્યુઝીલેન્ડે પ૦ ઓવરમાં સાત વિકેટે ૩૧૯ રન બનાવ્યા. આ ત્રણેય બેટસમેનો રન આઉટ થયા હતા.