(એજન્સી) તા.૧૧
૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીને નજરમાં રાખીને, પશ્ચિમ બંગાળના શાસક ્‌સ્ઝ્રએ ગુરુવારે એક રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું, જેમાં છેલ્લા ૧૦ વર્ષમાં તેમની સરકારની કલ્યાણ નીતિઓ અને વિકાસના પ્રોજેક્ટ્‌સને પ્રકાશિત કરવામાં આવ્યા. રાજ્યના શિક્ષણ પ્રધાન પાર્થ ચેટર્જી, જે ટીએમસી રિપોર્ટ કાર્ડ-દસ વર્ષના વિકાસના લોકાર્પણ સમયે ઉપસ્થિત રહ્યા હતા, તેમણે કહ્યું કે છેલ્લા દાયકામાં મમતા બેનર્જી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાથી લોકોના વિશાળ વર્ગને ફાયદો થયો છે. ચેટર્જીએ કહ્યું કે પાર્ટીના નેતાઓ રાજ્યના તમામ ૨૯૪ વિધાનસભા મત વિસ્તારોમાં રિપોર્ટ કાર્ડ સાથે લોકો સુધી પહોંચશે. ્‌સ્ઝ્ર ભવન ખાતેના આ કાર્યક્રમમાં રાજ્યના પ્રધાન ફિરહદ હકીમ અને સાંસદ ડેરેક ઓ’બ્રાયન અને સુદિપ બંદોપાધ્યાય પણ હાજર હતા. ચેટરજીએ જણાવ્યું કે ્‌સ્ઝ્રના ૨૦૧૧માં સત્તા પર આવ્યા પછી, શિક્ષણ ક્ષેત્ર માટે ફાળવણી રૂા.૧૩૮૭૨ કરોડથી વધારીને રૂા.૩૭૦૬૯ કરવામાં આવી છે. “સબૂજસાથી” યોજનાના ભાગ રૂપે, ૮૪ લાખ સાઇકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૨૦૧૦થી રાજ્યમાં ૩૦ નવી યુનિવર્સિટીઓ શરૂ થઈ છે. તેમણે ઉમેર્યું, “કોવિડ-૧૯ રોગચાળાને લીધે અમે આ વર્ષે અપેક્ષિત ગતિએ કામ કરી શક્યા નથી. અમારી યોજનાઓને કારણે છેલ્લા નવ વર્ષમાં મોટા ભાગના લોકોનું જીવન સુધર્યું છે.” રાજ્યના શહેરી વિકાસ પ્રધાન એવા હકિમે જણાવ્યું કે, કટોકટી દરમિયાન ્‌સ્ઝ્રની સામાજિક સુરક્ષા યોજનાઓમાંથી ૧.૨ લાખ અસંગઠિત કામદારોએ લાભ લીધો છે. બંદોપાધ્યાયે જણાવ્યું કે રાજ્યમાં ફેક્ટરી એકમોની સંખ્યા ્‌સ્ઝ્રના શાસન દરમિયાન ૮૩૨૨થી વધીને ૯૫૩૪ થઈ ગઈ છે. બંગાળમાં ૨૯૪ સદસ્યોની વિધાનસભાની ચૂંટણીઓ આવતા વર્ષે એપ્રિલ-મેમાં યોજાવાની સંભાવના છે.
(સૌ. : મની કંટ્રોલ.કોમ)