(એજન્સી) કોલકાતા, તા.પ
બંગાળમાં પંચાયતની ચૂંટણીથી શરૂ થયેલી હિંસાનો દોર હજુ ચાલુ છે. ગયા અઠવાડિયે ભાજપના બે કાર્યકરોની હત્યા ગોળીમારી હત્યા કરાઈ હતી. ભાજપ પર હત્યાનો આરોપ લાગ્યો છે.
સોમવારે રાત્રે મોહસીન અલીખાનને તેના ઘર પાસે કેટલાક બાઈક સવારોએ ગોળી મારી હત્યા કરી હતી. મોહસીનની હત્યા પાછળ ભાજપનો હાથ હોવાનો ટીએમસીએ આરોપ મૂક્યો છે. કાર્યકરોએ તેના વિરોધમાં નેશનલ હાઈવે જામ કર્યો હતો. શબને પીએમ માટે મોકલાયું હતું. છેલ્લા ચાર દિવસમાં ભાજપના બે કાર્યકરોની હત્યા કરાઈ છે.