એજન્સી) તા.૨૯
તૃણમૂલ કોંગ્રેસના નેતા પાર્થ ચેટરજીએ આજે અમિત શાહને કેન્દ્ર ખાતે તેમના પક્ષની સરકાર પર વધુ ધ્યાન આપવા સલાહ આપી હતી. ભાજપના વડાએ રાજકીય હરીફો પર બેફામ હિંસા આચરવા માટે પ.બંગાળના ટીએમસી શાસનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા બાદ પાર્થ ચેટરજીએ આ સલાહ આપી છે.
ચેટરજીએ જણાવ્યું હતું કે અમિત શાહે કેન્દ્ર ખાતે અને જ્યાં જ્યાં વિધાનસભા ચૂંટણીઓ છે ત્યાં ભાજપ શાસિત સરકાર અંગે વધુ ચિંતિત થવાની જરુર છે. પ.બંગાળ તરફ જોવાના બદલે અમિત શાહ ભાજપ શાસિત કેન્દ્ર સરકાર પર ધ્યાન કેન્દ્રિત કરે એવું પાર્થ ચેટરજીએ જણાવ્યું હતું. અમિત શાહે પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીને નિશાન બનાવીને પુરુલિયા ખાતે એક રેલીમાં હિંસાને છૂટો દોર આપવાનો આક્ષેપ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરોના બલિદાનો એળે જશે નહીં અને કોંગ્રેસ રાજ્યમાં આગામી સામાન્ય ચૂંટણીમાં ૪૨ બેઠકોમાંથી ૨૨ બેઠકો જીતશે. તેમણે જણાવ્યું હતું કે પ.બંગાળની પ્રજાએ જો તેઓ બાંગ્લાદેશમાંથી ગેરકાયદે ઘૂસણખોરી અટકાવવા માગતા હોય તો ટીએમસી સરકારને ઊથલાવી દેવી પડશે. તેમણે જણાવ્યું હતું કે દેશની પ્રજા લોકસભાની આગામી ચૂંટણીમાં પ્રજા વિરોધી ભારત સરકારને ઊથલાવી નાખશે.
ચેટરજીએ જણાવ્યું હતું કે ધાર્મિક ધોરણે લોકોને વિભાજિત કરવાની ભાજપની રાજનીતિ પ.બંગાળમાં ચાલશે નહીં અને રાજ્યના મુખ્ય પ્રધાન ભાજપના અનિષ્ટકારી ઇરાદાઓને નાકામિયાબ બનાવશે. તેમણે જણાવ્યું હતું કે અમે ચૂંટણી માટે તૈયાર છીએ કારણ કે રાજ્યના લોકો અમારી સાથે છે. ભાજપ લોકસભાની ૨૨ બેઠકો જીતશે એવો અમિત શાહના દાવા અંગે જણાવ્યું હતું કે ભાજપ દિવાસ્વપ્નમાં રાચી રહ્યો છે.