(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૦
સુરત શહેરના તમામ ઝોન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકના આરોગ્ય વિભાગે પોલીસના સથવારે ટોબેકો ડ્રાઈવ હાથ ધરી હતી. જેમાં શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજયામાં તમાકુનું ગેરકાયેદસર વેચાણ કરતાં ૨૬૫ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તમાકુ પેદાશોનું વેચાણ બંધ કરાવી તેમની પાસેથી રૂા.૫૩ હજાર કરતા વધુનો દંડ વસૂલાયો હતો.
દરમિયાન સુરત મહાનગરપાલિકાએ આ ટોબેકો ડ્રાઈવ હાથમાં લીધી હતી. જેમાં પોલીસને સાથે રાખીને શહેરના તમામ સાતેય ઝોનમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાની આસપાસના ૧૦૦ વારની ત્રિજ્યામાં ચાલતાં પાનના ગલ્લા કે દુકાનો પર તવાઈ લાવવામાં આવી હતી. સૂત્રો મુજબ શહેરભરમાં ૫૬૪ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૩૯૫ કાચા પાકા પાનના ગલ્લા મળી આવ્યા હતા અને ૨૬૩ તમાકુ પ્રોડેક્ટ્સનું વેચાણ કરતા મળી આવ્યા હતાં. સૂત્રો મુજબ ૨૬૫ જેટલા કાચા-પાકા પાનના ગલ્લા પરથી તમાકુની પ્રોડક્ટસનું વેચાણ બંધ કરાયું હતું. તેમના સંચાલકો પાસેથી કાયદા મુજબ દંડ વસૂલાય હતો. આ દંડની રકમ રૂા. ૫૩,૧૦૦ જેટલી હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું.
ટોબેકો ડ્રાઈવ : તમાકુનું ગેરકાયદેસર વેચાણ કરતા ર૬પ લોકો ઝડપાયા

Recent Comments