ચેન્નાઈ, તા. ૧૭
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની બીજી મેચ આવતીકાલે વિશાખાપટ્ટનમ ખાતે રમાનાર છે. વેસ્ટ ઇન્ડિઝને સતત ૧૬ શ્રેણી ગુમાવી દીધા બાદ હવે ભારત સામે શ્રેણી જીત માટેની તક રહેલી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ વનડે મેચોમાં ફ્લોપ રહી છે. ટીમે ઓગષ્ટ ૨૦૧૪ બાદથી છેલ્લી ૧૬ દ્ધિપક્ષીય શ્રેણી ગુમાવી છે. હાલમાં અફઘાનિસ્તાન પર વેસ્ટ ઇન્ડિઝે શ્રેણી ૩-૦થી જીતી લીધી હતી. જો કે હવે ભારત સામે તેની કસોટી થનાર છે. ઇતિહાસ પર નજર કરવામાં તો બંને ટીમો આંકડાની દ્રષ્ટિએ ખુબ નજીક છે. ભારતીય ટીમ છેલ્લા કેટલાક વર્ષોમાં વિન્ડીઝની સામે જોરદાર દેખાવ કરી રહી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ પહેલા ભારતીય ટીમ પર પ્રભુત્વ ધરાવતી હતી. જ્યારે ક્લાઇવ લોઇડના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ હતી ત્યારે તેમની ટીમ ખુબ શક્તિશાળી હતી. તેમની વચ્ચે રમાયેલી મેચોના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો વેસ્ટ ઇન્ડિઝનો દેખાવ ભારત કરતા હજુ પણ પ્રમાણમાં સારો રહ્યો છે. જો કે વિન્ડીઝનો સુવર્ણ યુગ હતો. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં વિન્ડીઝની ટીમ મોટા ભાગે ભારતની સામે હારી છે. તેમની વચ્ચે હજુ સુધી કુલ ૧૨૯ મેચો રમાઇ રહી છે. જે પૈકી ૬૩માં વેસ્ટ ઇન્ડિઝની જીત થઇ છે. ભારતની ૬૧ મેચોમાં જીત થઇ છે. બે મેચ ટાઇ અને ત્રણ મેચો પરિણામવગરની રહી છે.