અમદાવાદ, તા.૧૬
બિનસચિવાલયની ભરતી માટેની પરીક્ષા થોડા સમય પહેલા રદ કરવામાં આવતાં રાજ્યભરમાં હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં આવતીકાલે તા.૧૭ નવેમ્બરે આ પરીક્ષા યોજાશે. જેમાં ૧૦.૪પ લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.
બહુચર્ચિત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-૩ની રદ થયેલી પરીક્ષા આવતીકાલે બપોરના ૧૨થી ૨ વાગ્યા દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા માટે ૧૧ વાગ્યે પરીક્ષા ખંડમાં પહોંચવું પડશે. આ ઉપરાંત બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે પરીક્ષા યોજાશે. કુલ ૧૦ લાખ ૪૫ હજાર ૪૪૨ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. વર્ગ-૩ની ૩૯૦૧ જગ્યાઓ માટે સીધી ભરતી પરીક્ષા યોજાવાની છે. જેમાં કુલ ૩,૧૭૩ કેન્દ્રોમાં લેખિત પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. જ્યારે બેઠક વ્યવસ્થા ખૂટી પડતા ૪ જિલ્લાના ૪૮ હજાર પરીક્ષાર્થીઓને અન્ય જિલ્લામાં ખસેડવામાં આવ્યા છે. જેમાં બનાસકાંઠાથી ૧૩ હજાર વિદ્યાર્થીઓને મહેસાણા, મહેસાણામાંથી ૧૩ હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ, ગાંધીનગરમાંથી ૧૩ હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ, અરવલ્લીમાંથી ૫ હજાર વિદ્યાર્થીઓને ખેડા જ્યારે અરવલ્લીમાંથી ૪ હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.
બિનસચિવાલયમાં ભરતી માટેની આજે પરીક્ષા ૧૦.૪પ લાખ ઉમેદવારો પરીક્ષા આપશે

Recent Comments