નવી દિલ્હી,તા.૧૨
છેલ્લા ૪ મેચોમાં વિશ્વકપ માટે ટીમ સંયોજનના સમીકરણ બનવાની જગ્યાએ બગડ્યા બાદ હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બુધવારે રમાનારા ૫માં અને અંતિમ વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં સિરીઝ જીતવાના લક્ષ્યની સાથે ફિરોઝશાહ કોટલા મેદાનમાં ઉતરશે.
ભારતે જ્યારે આ સિરીઝમાં પગ મુક્યો ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે, ઈંગ્લેન્ડ તથા વેલ્સમાં ૩૦ મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપ માટે તેણે માત્ર ૨ સ્થાન નક્કી કરવા છે પરંતુ છેલ્લા ૪ મેચોમાં ટીમના કેટલાક નબળા પાસાં ઉભરીને સામે આવ્યા, જેથી વિશ્વકપ સંયોજનને લઈને થોડી અસ્પષ્ટતા બનેલી છે. પરંતુ તે સારૂ છે કે યોગ્ય સમય પર ટીમ મેનેજમેન્ટને તમામ પાસાંઓ પર મંથન કરવાનો સમય મળશે. ભારતની પાસે પ્રથમ ૨ મેચ જીત્યા બાદ પ્રયોગ કરવાની તક હતી પરંતુ તેણે ત્યારબાદ બંન્ને મેચ ગુમાવી દીધા, જેથી ૫મો મેચ નિર્ણાયક બની ગયો છે. તેવામાં વિરાટ તથા ટીમનું મુખ્ય લક્ષ્ય સિરીઝ જીતવાનું બની ગયું છે, કારણ કે તે છેલ્લા ત્રણ વર્ષોના પોતાના શાનદાર રેકોર્ડને યથાવત રાખવાનો પ્રયત્ન કરશે. ભારતે છેલ્લા ત્રણ વર્ષમાં જે ૧૩ દ્વિપક્ષીય સિરીઝ રમી છે, તેમાંથી ૧૨ જીતી છે. મોહાલીમાં ૩૫૯ રનના વિશાળ લક્ષ્યને હાસિલ કરીને રેકોર્ડ બનાવનાર ઓસ્ટ્રેલિયા પ્રથમ બે મેચ ગુમાવ્યા બાદ ૫ મેચોની સિરીઝ જીતનારી ટીમની વિશિષ્ટ શ્રેણીમાં સામેલ થવા પ્રયત્ન કરશે.
કોહલી મોહાલી વનડેમાં ચોથા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ નિર્ણાયક મેચનું મહત્વ જોતા તે પોતાના હોમ ગ્રાઉન્ડમાં ત્રીજા સ્થાને ઉતરી શકે છે. રાહુલને વધુ એક તક મળવાની સંભાવના છે અને મેચની પરિસ્થિતિ પ્રમાણે તેનો બેટિંગ ક્રમ નક્કી કરાશે. ટીમ મેનેજમેન્ટ પરંતુ વિશ્વકપ પહેલા આ અંતિમ મેચમાં સતત સારૂ પ્રદર્શન કરતા વિજય શંકરને ચોથા નંબર પર અજમાવી શકે છે.ે કે લેગ સ્પિનર એડમ ઝમ્પા અને ઓફ સ્પિનર નાથન લાયનને ટીમમાં જગ્યા મળી શકે છે.