સિડની,તા.૨૪
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની છેલ્લી સિરીઝની છેલ્લી ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચ આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) પર રમાશે. આ મેચ પહેલા ટીમ ઇન્ડિયા માટે એક ખરાબ સમાચાર છે, ઓસ્ટ્રેલિયાઇ ટીમમાં ઝડપી બોલર મિશેલ સ્ટારની વાપસી થઇ છે. મિશેલ સ્ટારને ઇજાગ્રસ્ત બિલી સ્ટાનલેકના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રેણી બરાબર કરવા માટે કોહલી એન્ડ કંપનીએ આ મેચમાં વિજય મેળવવો ખૂબ જરૂરી છે. ભારત પ્રથમ મેચમાં ડકવર્થ લુઇસને કારણે હારી ગયું હતું જ્યારે બીજી મેચ વરસાદને કારણે ધોવાઇ ગઈ હતી. હવે ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા કરતા ૦-૧થી આગળ છે.
સતત સાત શ્રેણી જીતનારી ભારતીય ટીમનો આ ક્રમ ભલે તૂટી ગયો પરંતુ હવે ભારતની નજર પોતાના બોલરો પાસે વધુ એકવાર શાનદાર પ્રદર્શનની આશા કરીને ત્રણ મેચની શ્રેણી બરોબર કરવાનો પ્રયત્ન કરશે.
જો તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે છે તો સ્ટાર્ક બે વર્ષ બાદ કોઇ ટી-૨૦ મેચ રમશે, તેણે ગત ટી-૨૦ મેચ સપ્ટેમ્બર ૨૦૧૬માં રમી હતી. આ મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાઇ હતી. હોમ ગ્રાઉન્‌઼ડ પર તેણે પોતાની છેલ્લી મેચ ૨૦૧૪માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમી હતી. રસપ્રદ વાત એ છે કે, તે મેચમાં પણ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર જ રમાઇ હતી.