(એજન્સી) બસીરહાટ, તા. ૭
પશ્ચિમ બંગાળના બસીરહાટમાં થયેલા કોમી તોફાનોને પગલે રૂપાં ગાંગૂલી અને ભાજપના નેતાઓ આ વિસ્તારની મુલાકાતે આવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને કોલકત્તા એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યાં હતા. કોંગ્રેસ અને ડાબેરી પાર્ટીની ટીમને પણ પોલીસે પરત ફરવાનું કહી દીધું હતું. રાજ્યની રાજધાની કોલકત્તાથી ૧૦૦ કિમી દૂર આવેલા બસીરહાટમાં કોમી તોફાન ફાટી નીકળ્યું હતું. વિપક્ષી પાર્ટીઓએ એવું જણાવ્યું કે તેઓ શાંતિની અપીલ માટે બસીરહાટ જઈ રહ્યાં છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ વિપક્ષી પાર્ટીઓને દૂર રહેવાની સલાહ આપી છે.
૧૦ મુદ્દાઓ
૧. ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં કોમી હિંસાના સાક્ષી બનેલા બસીરહાટ ગુરૂવારથી શાંત રહેવા પામ્યું હતું પરંતુ ટોળાને વિખેરવા માટે પોલીસના લાઠીચાર્જ બાદ અહિં ફરી વાર હિંસા ફાટી નીકળી હતી. બસીરહાટમાં પોલીસ લાઠીચાર્જ પછી તંગદીલી, પેદા થઈ હતી. પોલીસના લાઠીચાર્જમાં સેંકડો ઘવાયા હતા.
૨. બસીરહાટમાં પોલીસ લાઠીચાર્જ પછી તંગદીલી, પેદા થઈ હતી. પોલીસના લાઠીચાર્જમાં સેંકડો ઘવાયા હતા. સોમવાર રાતથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં એકવીસી લોકોને ઈજા થઈ છે. તેમને કોલકત્તાની આરજી કાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
૩. ગુસ્સે ભરાયેલા ટોળાએ રોડને જામ કરી નાખ્યાં હતા અને રોડ પર ટાયરો સળગાવ્યાં હતા. મહિલાઓ પણ હાથમાં ઝાડૂ અને સાવરણાઓ લઈને રોડ પર ઉતરી પડી હતી.
૪. ભાજપ અધ્યક્ષ અમિત શાહે દિલ્હીથી ત્રણ સભ્યોની એક ટીમ મોકલી હતી. તેઓ ખુદ આ વિસ્તારની મુલાકાતે આવવાના ાહતા. પરંતુ તેઓ હવે શનિવારે અહિંની મુલાકાતે આવશે.
૫. બસીરહાટથી ૨૦ કિમી દૂર આવેલા બદુરિયા પણ સોમવારે હિંસા ફાટી નીકળી હતી. અને હિંસા ૨૪ નોર્થ પરગણા વિસ્તાર સુધી ફેલાઈ હતી.
૬. ભાજપે એવું કહ્યું કે નોર્થ ૨૪ પરગણા જિલ્લામાં ૨,૦૦૦ કરતાં પણ વધારે મુસ્લિમોએ હિન્દુ પરિવારો પર હુમલો કર્યો હતો. અને તેની ઓફિસને આગ ચાંપી દેવામાં આવી હતી.
૭. પશ્ચિમ બંગાલના મુખ્યમંત્રી મમતા બેનરજીએ હિંસાના દોષનો ટોપલો ભાજપ અને ફ્રિન્જ જૂથો પર ઢોળ્યો છે. બેનરજી અને રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. બેનરજીએ ત્રિપાઠી પર એવો આક્ષેપ કર્યો કે રાજ્યપાલે મારૂ અપમાન કર્યું.
૮. ગઈકાલે કોલકત્તા હોસ્પિટલની બહાર ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. કાર્તિક ઘોષ નામના ૬૦ વર્ષીય વ્યક્તિને તોફાનમાં ઈજા થઈ હતી ત્યાર બાદ તેમને કોલકત્તાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તેમનું મોત થયું હતું.
૯. કાર્તિકના મોતની સમાચાર ફેલાતાં હોસ્પિટલની બહાર ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસને બન્ને જૂથોેને વિખરેવા માટે આકરો સંઘર્ષ કરવો પડ્યો હતો. રાજ્ય ભાજપના પ્રમુખ દિલિપ ઘોષ અને મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય સહિત ભાજપના નેતાઓને અહિંથી રવાના થવાની અપીલ કરવામાં આવી હતી.
૧૦. કેન્દ્ર સરકારે પરિસ્થિતિને ગંભીરતાને ધ્યાનમાં લેતા બીએસએફની ટૂકડી રવાના કરી હતી. કેન્દ્ર સરકારે શાંતિની જાળવણી માટે બીએસએફના ૪૦૦ કર્મચારીઓનો કાફલો મોકલ્યો હતો. બીએસએફે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.