(એજન્સી)              નવી દિલ્હી તા.

તમિલનાડુના ડીએમકેના પીઢ નેતા એમ કરૂણાનિધિનો ૯૪ મા જન્મદવિસની ઉજવણી કરવા માટે યોજાયેલા એક કાર્યક્રમમાં કોંગ્રેસ, ડાબેરી અને ડીએમકેએ સાથે મળીને ભાજપની સામે લડવાનું વચન લીધું. રાષ્ટ્રીય નેતાઓને એકમંચ પર લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કહ્યું કે સ્ટેજ પરના અમારામાંના તમામ ભેગા મળીને મોદી સરકારને આરએસએસની વિચારસરણીનો અમલ નહીં કરવા દેય. અમે આરએસએસ અને મોદી સરકારની વિચાસરણીને કોઈની પર થોપવા દેવાની મંજૂરી નહી ંઆપીએ. અમે લાખો ભારતીયોના અવાજને દબાવવા દેવાની કદી પણ મંજૂરી નહીં આપીએ. અગાઉ રાહુલે કહ્યું હતું કે સરકાર પર નિશાન સાધતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ એવું કહ્યું કે એક મહિના પહેલા નાણા મંત્રી અરૂણ જેટલીએ મારી ચેતવણીની ઉપેક્ષા કરી હતી. મે જેટલીને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર કાશ્મીરમાં આગ લગાડી રહી છે અને તેને ભારતની નબળાઈ બનાવી રહી છે. ડાબેરી નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે આરએસએસ અને ભાજપ સિવાયની દેશની તમામ પાર્ટીઓએ ભેગા મળીને ભાજપનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે અને આજે દેશમાં ગંભીર સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે તમામ પાર્ટીઓએ ભેગા મળવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે રાજનીતિ આંકડાબાજી નથી, બે વત્તા બે થાય તો વીસ પણ બની જાય. અને રીતે અમે મજબૂત બની જઈએ છીએ.