જૂનાગઢ,તા.૧૨
જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે આજ દિન સુધીમાં જૂનાગઢ તાલુકાના ૧૮૬૦ ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટેના ટોકન આપવામાં આવ્યા છે. પરંતુ આટઆટલા દિવસ થવા છતાં હજુ માત્ર ૯૫૦ ખેડૂતોનું જ ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શક્યું છે અને મગફળીની ખરીદી ક્યારે શરૂ થાય તે અંગે તંત્રના અધિકારી જણાવે છે કે કલેક્ટર સાહેબની સૂચના મળીએ ૧૫ તારીખ આસપાસ ખરીદી શરૂ થાય તેમ છે.
ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં ખૂબ જ હાડમારીના કારણે ખેડૂતોના ડોક્યુમેન્ટ લઈ ૫૦૦થી વધુ ફોર્મ જૂનાગઢ સિટી મામલતદાર કચેરીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે આપવામાં આવ્યા છે.