(એજન્સી) નવી દિલ્હી, તા.૭
હાપુર ટોળાકીય હત્યાની ઘટના બાબતે એનડીટીવી એ કરેલ સ્ટિંગ ઓપરેશન પછી સમગ્ર મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો છે. પીડિત સમિયુદ્દીને એક અરજી દાખલ કરી. આરોપીઓને અપાયેલ જામીન રદ કરવા માગણી કરી છે. અને સાથે કેસની ટ્રાયલ ઉત્તરપ્રદેશથી બહાર ચલાવવા પણ માગણી કરી છે. એમણે તાત્કાલિક સુનાવણીની માગણી કરતા કોર્ટે સોમવારે સુનાવણી માટે સંમતિ આપી હતી. અરજદારોએ તપાસ માટે ‘સીટ’ની રચના કરવા માગણી કરી છે.
નોંધનીય છે કે પોલીસ તપાસ પછી એનડીટીવીને આ કેસમાં કેટલીક ખામીઓ દેખાઈ હતી. સૌથી મોટી વાત એ હતી કે એફઆઈઆરમાં આ ઘટનાને એક માર્ગ અકસ્માતમાં થયેલ વાદ-વિવાદની ઘટનાનું પરિણામ બતાવ્યું હતું જ્યારે વીડિયો અને પુરાવાઓ કંઈક જુદી ઘટનાનો સંકેત આપતા હતા. આરોપી અને પીડિત પક્ષકારોનું કહેવું છે કે આ ઘટના ગાયને મારવાના લીધે બની હતી. મુખ્ય આરોપીઓમાંથી એક આરોપીને તો પોતાના કૃત્ય બદલ કોઈ દુઃખ પણ નથી.
ઘટનાન જે વીડિયો વાયરલ થયું છે અમાં બતાવ્યું કે કાસીમ પાણી માંગી રહ્યો છે. પણ હત્યારાઓએ એમને પાણી આપવા ઈન્કાર કર્યું. એના થોડા જ સમય પછી એ મૃત્યુ પામ્યો. પોલીસ અધિકારીની હાજરીમાં એના મૃતદેહને એક વ્યક્તિ ઢસડી જાય છે એ પ્રકારનો વીડિયો પણ વાયરલ થયું છે. એનડીટીવી દ્વારા બહાર પડાયેલ સ્ટિંગ ઓપરેશનના આરોપી સિસોદિયા જણાવી રહ્યો છે કે કઈ રીતે એમણે મરનાર કાસીમને પાણી નહીં આપ્યું હતું. સિસોદિયા કહે છે કે મેં ને કહા થા તુઝે પાની પીને કા હક નહીં હે, તુને મરતી ગાય કો પાની નહીં દિયા થા. મેરી ફૌજ તુઝે છોડેગી નહીં તુમે એક એક મિનિટ મારેગી. સિસોદિયા અભિમાનથી જણાવી રહ્યો હતો કે મેં પોતાનો ગુનો કબૂલ્યો હતો અને જેલર સમક્ષ કહ્યું હતું ‘હા મેને બોલા કી વો ગાય કાટ રહે થે, મેં ને ઉસકો કાટ દિયા. જેલર કે સામને સ્ટિંગ ઓપરેશનમાં કેમેરા સામે કહી રહ્યો હતો.
એ પછી આરોપીએ બરાડા મારતા કહ્યું કે જ્યારે મને જામીન મળ્યા હતા ત્યારે મારૂં સ્વાગત હીરોની જેમ કરાયો હતો એમણે કહ્યું મને ૩-૪ કારો જેલ બહાર લેવા માટે આવી હતી. લોકો મને મુક્ત કરાતા મારી તરફેણમાં સૂત્રો પોકારી રહ્યા હતા. લોકોએ મારૂં સ્વાગત હથિયારો સાથે કર્યું તે વખતે મને ખૂબ જ ગર્વ થયું હતું.
બીજી વાતો એમણે કહી જણાવ્યું મેં મુસ્લિમોને પાઠ ભણાવવા પોતાની સેના બનાવી છે. મારી સેના તૈયાર છે. કોઈ ગાય કાપશે તો અમે એમને કપાવી નાખીશું. હજાર વખતે જેલ જવું પડશે તો પણ જઈશું.