(એજન્સી) નવી દિલ્હી, તા.૮
સુપ્રીમ કોર્ટે ૧૭ જુલાઈના રોજ ગૌરક્ષાના નામે ભીડ દ્વારા કરાતી હિંસા-હત્યા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે રાજ્યોને આદેશ આપ્યો હતો. યુપીના મેરઠ રેન્જમાં પોલીસે ગૌતસ્કરી કેસમાં પ૪ લોકોની ધરપકડ કરી છે. સુપ્રીમ કોર્ટે દરેક જિલ્લામાં એક નોડલ અધિકારી નિમવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને જણાવ્યું હતું કે, તે પ્રબંધ કરે કે સોશિયલ મીડિયા દ્વારા હિંસા ભડકાવાય નહીં. મેરઠ રેન્જના આઈજી પ્રશાંતકુમારે કહ્યું કે, તેમણે નોડલ અધિકારી નિમ્યા છે. ગૌતસ્કરીમાં ૪૦ કેસોમાં કાર્યવાહી કરાઈ છે. જેમાં પ૪ લોકોની ધરપકડ કરાઈ હતી. ૯ કેસમાં એનએસએ લગાવાયો. પોલીસે કહ્યું કે, ગૌરક્ષાના મુદ્દે કોઈ ધરપકડ થઈ નથી. કારણ કે ગૌતસ્કરીના ઘટનાઓ પર સમય રહેતા પોલીસે કાબૂ કરી લીધો હતો. બુલંદ શહેરના સ્યાનામાં હિંસા અંગે પોલીસે કહ્યું કે, આ ઘટનાને કાબૂમાં કરતા ૩ કલાક લાગ્યા. તેમજ ફરિયાદ નોંધી હતી.