ભરૂચ,તા.ર૪
ભારતમાં સત્તાનો સ્વાદ ચાખી ગયેલા ભ્રષ્ટ, ભયાનક, ભાગલાવાદી, મનુવાદી, મહાજાલીમ, અવસરવાદી તત્વોની હિંસક, અન્યાયી, અમાનુષી પાપ લીલાને પડકારવા દલિતો, મુસ્લિમો, આદિવાસીઓ, ખ્રિસ્તીઓ, બોધ્ધો, કિસાનો, વ્યાપારીઓ, યુવાનો, પાટીદારો અને ઓ.બી.સી. સમુદાયો પરના અત્યાચારો, જુલ્મો, અન્યાયોને પડકારવા સંગઠિત-સામૂહિક- પ્રતિકાર અનિવાર્ય છે. વેપારીઓ પર લાઠીચાર્જ, દલિતો પર થયો દંડામાર, મુસ્લિમો પર ગોળીબાર, શીખ-ખ્રિસ્તી પર અત્યાચાર, પટેલોની પરેશાની પારાવાર, ખેડૂતો બધા થઈ ગયા ખુવાર, સરા જાહેર કરાતી ટોળા દ્વારા હુમલા અને હિંસાથી દેશભરના દલિતો, મુસ્લિમો, પશુ પાલકો, પશુના વ્યાપારીઓમાં અસલામતી અને દહેશત ફેલાઈ છે. છતાં તેમની સામે ફરિયાદો દાખલ કરાતી નથી પરિણામે દેલમાં અરાજકતા અને અસલામતી વધતી જાય છે. લોકોની સાચીવાત ફરિયાદ પણ સાંભળવામાં આવતી નથી.
આ અન્યાય અને અત્યાચાર વિરૂધ્ધ મનકી બાત સત્તાની ટોચે બેઠેલા શાસકો સુધી પહોંચાડવા જમિયતે ઉલેમા-ગુજરાતે, મૂળનિવાસી સંઘ, ભીલિસ્તાન ટાઈગર સેના તથા ઓબીસી સમાજના સંયુકત ઉપક્રમે ભરૂચમાં તા.ર૭-૭-ર૦૧૭ના ગુરૂવારે રેલવે સ્ટેશનથી પાંચબત્તી થઈ કલેકટર કચેરી જઈ આવેદનપત્ર આપવા મૌન રેલીનું આયોજન કરેલ છે. સવારે ૧૦ઃ૩૦ કલાકે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી રેલી પ્રસ્થાન કરશે. જેમાં તમામ નાગરિકો શાંતિ, સલામતીના ચાહકોને રેલીમાં જોડાઈ દેશના નાગરિકોની એકતા અને સામૂહિક અવાજ મૌન રેલી દ્વારા વ્યકત કરવા ખાસ રેલીમાં જોડાવા જમિયતે ઉલમા તથા મૂળનિવાસી સંઘ અને બી.ટી.એસ. ઓબીસી સમાજના આગેવાનો ખાસ વિનંતી કરે છે. રેલીને સફળ બનાવવા ગામે ગામથી સહકાર મળી રહ્યો છે.