(એજન્સી)
નવી દિલ્હી, તા.પ
ટીપીસીસીના પ્રમુખ એન ઉત્તમ કુમાર રેડ્ડીએ રાજ્ય સરકાર પાસે વકીલ જનરલ ડી.પ્રકાશ રેડ્ડીએ કેવી પરિસ્થિતિઓમાં રાજીનામું આપ્યું તેનો જવાબ આપવા માંગ કરી છે. સાથે જ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવને તેલંગાણા સમાજ પાસે માફી માંગવા અને બરતરફ કરાયેલ બે કોંગ્રેસી ધારાસભ્યોને વિધાનસભાની સદસ્યતા પુનઃ સ્થાપિત કરવાની પણ ઉત્તમ કુમારે માગણી કરી હતી. ઉત્તમ કુમારે સોમવારે કહ્યું ંકે, ભારતના ઈતિહાસમાં પહેલાં ક્યારેય વિધાનસભાના બે કોંગ્રેસી ધારાસભ્યોની જેમ હાંકી કાઢવામાં આવ્યા નથી. ઉચ્ચ ન્યાયાલયના નિર્ણયથી આજે સ્પષ્ટરૂપે જોઈ શકાય છે કે તેલંગાણામાં લોકતંત્રની કેવી રીતે હત્યા કરવામાં આવી ત્યારબાદ તેમણે લોકોના પહેરવેશ અને ભોજન પર આદેશ આપનાર તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્થન આપતા તમામ ટીઆરએસ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને એમઆઈએમ પોતાનો મત નહીં આપવા મુસ્લિમોને જણાવ્યું. તેમણે કહ્યું કે, જો મુસ્લિમોએ દેશમાં સુરક્ષિત રહેવું હોય તો કોંગ્રેસને વોટ આપવો પડશે. કુમારે કહ્યું કે, તમામ પાર્ટીઓ મુસ્લિમોના વોટ મેળવવા ઈફતાર પાર્ટીનો મંચ તરીકે ઉપયોગ કરશે જેથી રાજ્યભરમાં ઈફતાર પાર્ટીમાં કોંગ્રેસ પાર્ટીને બસ યાત્રામાં ભાગ લેતાં અવરોધ કરી શકે.