અમરેલી, તા ૨૧
સાવરકુંડલામાં ટ્રક ચાલકે બાઈકને અડફેટે લઇ લેતા પિતાની નજર સામે અઢી વર્ષની માસુમ પુત્રીનું મોત થતા પુત્રીના મોતથી પિતા આઘાતમાં સરી પડ્યા હતા.
આ બનાવની મળતી વિગત અનુસાર સાવરકુંડલામાં બીડી કામદાર સોસાયટીમાં રહેતા રફીકભાઇ રસુલભાઈ જાદવ ઉવ-૪૨ ના રવિવારે સવારે પોતાનું બાઈક નં-જીજે ૧૪ એક્ષ-૯૫૧૧નું લઇ બજારમાં જતા હતા ત્યારે તેની અઢી વર્ષની નાની પુત્રી મુબસ્સીરા એ પિતા સાથે ગાંઠિયા ખાવા જવાની જીદ કરી હતી જેથી પિતા રફીકભાઈએ તેની વ્હાલી સોઈ પુત્રી મુબસ્સીરાને બાઈક પાછળ બેસાડી ગાંઠિયા ખાવા માટે લઇ જતા તાલુકા શાળા પાસે ગોળાઇમાં બાઈક લઈને પહોંચતા સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રકના ચાલકે રફીકભાઈની બાઇકને અડફેટે લઇ લેતા બાઈક પાછળ બેસેલ રફીકભાઈની પુત્રી મુબસ્સીરાહ ટ્રકના વહીલ નીચે આવી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે પિતા રફીકભાઈને ઇજા થતા સારવારમાં ખસડેલ હતા માસુમ અઢી વર્ષની પુત્રીનું પિતાની નજર સામેજ મોત થતા રફીકભાઇ આઘાતમાં સરી પડ્યા હતા જયારે ટ્રક ચાલક શફી નદીમભાઇ કાજી પોતાનો ટ્રક ઘટના સ્થળે મૂકી નાસી ગયો હતો બનાવ સ્થળે ટ્રક ચાલકની પત્ની રૂકશાના નદીમભાઇ કાજી આવતા તેમને રફીભાઈએ ઠપકો આપતા સારૂ ના લાગતા રફીકભાઈને અપશબ્દો બોલતા રફીકભાઈએ ટ્રક ચાલક શફી કાજી તથા તેમની પત્ની સામે ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે.