ઉપરની તસવીરો જોઈને રખે એવી અટકળ કરતા કે આ દૃશ્યો મુંબઈ અથવા તો આપણા દેશના કોઈપણ શહેરમાં ઉજવાતા જન્માષ્ટમીની તહેવારની છે અને મટકી ફોડવાની તૈયારીઓ ચાલી રહી છે. વાસ્તવમાં આ તસવીર સ્પેનના ટેરાગોનમાં ર૬મી માનવ ટાવર હરીફાઈમાં ‘કોલા વેલા ડેલ્સ ઝિકવેસ્ટ દ વોલ્સ’ માનવ ટાવરનું નિર્માણ કરતી ટીમે ભાગ લીધો હતો ત્યારની છે. ભારતમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન યોજાતી મટકી ફોડની જેવી સ્પર્ધા સ્પેનના કેટાલોનિઆમાં યોજાય છે જે ૧૮મી સદીથી ચાલતી આવે છે. 16આ પરંપરામાં સ્પેનના લોકો સૌથી લાંબો અને જટિલ ટાવર બનાવવા તથા એકવાર પણ પડયા વગર ઊંચામાં ઊંચો ટાવર બનાવવાની સ્પર્ધામાં ઉતરે છે. આ સ્પર્ધામાં અત્યાર સુધીના હાઈએસ્ટ રેકોર્ડ તરીકે ૧૦ માળ જેટલો ઊંચો માનવ ટાવર બનાવાયો છે. જેમાં દરેક માળમાં ૩ લોકો એમ કરીને ૩૦ વ્યક્તિઓના જૂથે માનવ ટાવર બનાવ્યો હતો. બે વિભિન્ન દેશોની એક સમાન પરંપરા એક વાર વિચાર કરતાં મૂકી દે તેવી છે. કદાચ ક્યાંક તો કોઈની પાસે તેનો જવાબ હશે. જો કે, બીજી તસવીર મુંબઈની જ છે જેમાં જન્માષ્ટમી નિમિતે યુવાનો દહીંથી ભરેલી હાંડી સુધી પહોંચવા માટે માનવ પિરામીડ બનાવી રહ્યા છે.