દિવાળી તહેવાર પૂર્ણ થતાં જ ટ્રાફિક પોલીસ પણ સક્રિય થઇ ગઇ છે. ટ્રાફિક પોલીસે હેલ્મેટ વિનાના વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. પાંચ કલાકની ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન પોલીસે કુલ ૪,૩૯૮ જેટલા વાહનચાલકો પાસેથી કુલ રૂ. ૪.૩૯ લાખનો દંડ વસૂલ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ, કાર પર બ્લેક ફિલ્મ તેમજ ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસ દ્વારા મંગળવારે સાંજે ચારથી રાતના નવ વાગ્યા સુધી હેલ્મેટ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી અંતર્ગત અલગ-અલગ વિસ્તારમાં પોલીસે હેલ્મેટ વગર વાહન ચલાવતા કુલ ૪,૩૯૮ જેટલા વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. તેમજ એમવી એક્ટ ૨૦૭ મુજબ ૫૦ વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી.