(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૯,
હોલી-ડે સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરતાં અભિષેક સોનીનું લેપટોપ કોમ્પ્યુટર ચાર્જર, હેડફોન સહિતની માલમત્તા ચોરી લઇ અજાણ્યો ગઠિયો રવાના થયો હોવાનો બનાવ રેલવે પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતીનુસાર ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ઇદીરાપુરમ ખાતે રહેતા અભિષેક શીવકુમાર ગત તા.૨૬મીના રોજ મુંબઇ ખાતે પ્રોજેકટનું કામકાજ હોય નવી દિલ્હીથી મુંબઇ જવા હોલીડે સ્પેશિયલ ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું હતું.
ટ્રેનમાં મુસાફરી કરતાં અભિષેક સોનીનું લેપટોપ કોમ્પ્યુટર, ચાર્જર અને હેડફોન સહિત અંદાજે રૂા.૧.૨૬ લાખની માલમત્તા ચોરી લઇ અજાણ્યો તસ્કર રવાના થયો હતો. થોડીવાર અભિષેક સોની ઉંઘમાંથી જાગી ગયા હતા. ટ્રેનમાં કોચની બેઠક પર મુકેલ લેપટોપ કોમ્પ્યુટર સહિતની માલમત્તા ધરાવતી બેગ ગુમ થઇ હોવાની જાણ થતા તેઓના માથે આભ તૂટી પડ્યું હતું. રેલવે પોલીસ મથકે ચોરીનાં બનાવ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.