(સંવાદદાતા દ્વારા), સુરત તા.૬
શેહરના ઉધના સ્ટેશન પાસે એક યુવકે ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર એક અજાણ્યો યુવક (ઉ. વ. ૪૫)એ બુધવારે સાંજે ઉધના સ્ટેશન પાસે ટ્રેક ઉપર માથું મૂકીને સુઇ ગયો હતો. ત્યારે બાંદ્રા – હરિદ્વાર ટ્રેનથી કપાઇ જવાના કારણે તેની દર્દનાક મોત થઇ ગઇ હતી. અને તેનું માથું ધડથી અલગ થઇ ગયું હતું. ઘટના અંગે ખબર પડતા રેલ્વે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. તેમજ ઘટનાના પગલે સ્થળ ઉપર હાજર લોકો ધડ અને માથું અલગ અલગ જોઇને ચોકી ગયા હતા. પોલીસે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગઇ હતી. મરનાર યુવકે ભૂરા રંગનું પેન્ટ અને પીળા રંગનો શર્ટ પહેરેલ છે તેમજ કેસરી રંગનું બનિયાન કહેર્યું છે. તેના પાકિટમાંથી એક ડાયરી મળી છે પણ તે આખી કોરી હતી. પોલીસ આગળની વધુ તપાસ કરી રહી છે.