(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નં-૧ ઉપર અલ્હાબાદથી મુંબઈ તરફ જઈ રહેલી ગુડ્‌સ ટ્રેનના કન્ટેનરના ર પૈડા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. ઘટનાને પગલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પ્લેટફોર્મ નં-૧ના ટ્રેકનું નિરીક્ષણ કર્યું હતું અને ગણતરીના કલાકોમાં કામગીરી હાથ ધરીને પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે જામનગર-સુરત ટ્રેનને ૩ નંબરના પ્લેટફોર્મ પર ડાઈવર્ટ કરાઈ હતી.