(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
વલસાડના રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ પર નોન ઈન્ટરલોકિંગનું કામ ચાલતું હોવાથી પશ્ચિમ રેલવે દ્વારા ૨૮થી ૩૦મી સુધી બ્લોક જાહેર કરાયો છે. જેના લીધે ૪ ટ્રેનો રદ્દ કરાઈ છે. જ્યારે ૮ ટ્રેનો આંશિક રદ્દ કરાઈ છે. તેમજ ૨૦૦ જેટલી ટ્રેનો તેના નિર્ધારીત સમયથી ૩૦ મિનિટ સુધી લેટ દોડી રહી છે.
પશ્ચિમ રેલવેના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વલસાડ મુંબઇ સેન્ટ્રલ ૨૮થી ૩૦ ડિસેમ્બર સુધી વલસાડ વાપી વચ્ચે રદ્દ કરવામાં આવી છે. વલસાડ બાંદ્રા ૨૮થી ૩૦ સુધી વાપી અને વલસાડ વચ્ચે રદ કરવામાં આવી છે. અમદાવાદ વલસાડ ગુજરાત ક્વીન ૨૭થી ૨૯ ડિસેમ્બર બિલ્લીમોરા વલસાડ વચ્ચે રદ્દ કરવામાં આવી છે. મુંબઈ સેન્ટ્રલ વલસાડ પેસેન્જર ૨૭થી ૨૯ સુધી વલસાડ-વાપી વચ્ચે રદ્દ કરાઈ છે. કાનપુર-વલસાડ ૨૭થી ૨૯ ડિસેમ્બર સુધી, ઉધના-વલસાડ વચ્ચે રદ્દ કરવામાં આવી છે. વલસાડ-મુઝફ્ફરપુર શ્રમિક એક્સપ્રેસ ૨૯મીએ વલસાડ-ઉધના વચ્ચે રદ્દ કરવામાં આવી. વલસાડ ખાતે બ્લોકના લીધે ૨૦૦ ટ્રેનો ૩૦ મિનિટ સુધી મોડી દોડશે.