(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૯
મુંબઈમાં ભારે વરસાદને પગલે મુંબઈથી સુરત-અમદાવાદ તરફ આવતી તમામ ટ્રેનની અગવર જવર ઉપર અસર પહોેંચી હતી. મુંબઈ, વિરાર, વાપી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે મુંબઈથી આવતી તમામ ટ્રેનો દસથી ત્રીસ મિનિટ સુધી મોડી દોડી રહી છે. સુરત રેલવે સૂત્રો પાસેથી પ્રાપ્શ્વત માહિતી મુજબ મુંબઈમાં વરસાદને પગલે જમ્મુ તાવી એક્સપ્રેસ, યશવંતપુર-બિકાનેર ટ્રેન ૪૦ થી ૫૦ મિનિટ મિનિટ મોડી આવી હતી. હાલ મુંબઈ તરફથી આવતી મોટા ભાગની ટ્રેનો નિર્ધારિત સમય કરતાં મોડી દોડી રહી છે. ગઈકાલે ફલાઈંગ રાની નિર્ધારિત સમય કરતા રાત્રે દોઢ વાગે સુરત પહોંચી હતી. આમ, વરસાદને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. સેન્ટ્રલ મુંબઈ, નવી મુંબઈ, થાણે જિલ્લો ઉપરાંત ગુજરાતનાશ્વ વલસાડ જિલ્લામાં જોરદાર વરસાદ વરસી રહ્ના હોવાના કારણે સુરત-મુંબઈ વચ્ચેના રેલમાર્ગ પર ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે ટ્રેનોની ગતિ મંદ પડવાથી ઘણી ખરી ટ્રેનો એક-એક કલાક સુધી મોડી દોડી રહી છે અને વરસાદી માહોલના કારણે સુરત-મુંબઈ વચ્ચે અવર- જવર કરવા ઈચ્છૂક રેલવે યાત્રીઓને ભારે હાલાકી વેઠવી પડી છે. સુરત-મુંબઈ વચ્ચેની ટ્રેનોમાં વિલંબને પગલે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ પણ જાવા મળી રહી છે.