(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૦
મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી વડોદરાના પંચોતેર વર્ષ પૂર્ણ થતા ત્રણ દિવસીય પ્લેટીનમ જયંતિની ઉજવણી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભારે ધામધૂમથી કરવામાં આવી હતી.
ત્રણ દિવસીય પ્લેટીનમ જયંતિનો ઉદ્દઘાટન સમારંભ તા.૬-૧ ના શનિવારે યોજવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય જાવીદ પીરઝાદા મ.સ.યુનિ.ના પૂર્વ ચાન્સેલર અનિલ કાણે, અમેરીકાના કાર્ડિયાક સર્જન ડા. હુસેન નાગામિયાં, ડા. જે.એસ. બંદુકવાલા અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત શહેરના અગ્રણી નાગરીકો, એમ.ઇ.એસ.ની ચારેય શાળાના બાળકો, વાલીઓ તથા મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાના બાળકોએ રજુ કરેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોને ઉપસ્થિત સમૂદાયે આવકારી ભારે દાદ આપી હતી. તા.૭-૧ ના રવિવારે સવારે સર્વરોગ નિદાન કેમ્પમાં શહેરના વિવિધ તજજ્ઞ ડોકટર્સ ઉપસ્થિત રહ્યાં હતા. અને મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્દીઓનું નિદાન કર્યું હતું. તેમજ આ પ્રસંગે ઓલ્ડ સ્ટુડન્ટસ એસોસીએશનની મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે બપોરે ૨ થી ૬ દરમ્યાન ફકત બહેનો માટે ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાને વિદ્યાર્થીનીઓ, મહિલા વાલીઓ તથા મોટી સંખ્યામાં બહેનોએ જોડાઇ ફનફેરને સફળ બનાવ્યો હતો.
તા.૮-૧ ના સોમવાર ઇન્ટરસ્કુલ સ્પોર્ટસ કોમ્પીટીશનનું આયોજન સવારે ૧૦ થી ૧ દરમિયાન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટ કોચ મહેંદી શેખ, રઝીયા શેખ, (રાષ્ટ્રીય એથલેટસ) મહિલા ક્રિકેટર તરન્નુમ પઠાન, ક્રિકેટર તનવીર શેખ ઉપસ્થિત રહ્યા હતા. સ્પોર્ટસ સ્પર્ધામાં એમ.ઇ.એસ.ની ચારેય પ્રાથમિક-માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ભારે ઉમળકાભેર ભાગ લીધો હતો. તેમજ બપોરે ફકત ભાઇઓ માટે યોજાએલ ફનફેરને પણ ભારે પ્રતિસાદ મળ્યો હતો. સાંજે ૬ વાગે યોજાયેલ ઇનામ વિતરણ અને પૂર્ણાહુતી સમારંભમાં મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહ્યાં હતા. એમ.ઇ.એસ. બોઇઝ હાઇસ્કુલ યાકુતપુરાના વિશાળ મેદાન ખાતે યોજાએલ ત્રણ દિવસીય કાર્યક્રમ વિવિધ રમતગમત સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાન તેમજ શાળાની મેનેજીંગ કમિટીના સભ્યો દ્વારા ઇનામો અર્પણ કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
એમ.ઇ.એસ. પ્લેટીનમ જયંતિના ત્રણ દિવસીય કાર્યક્રમને સફળ બનાવવા એમ.ઇ.એસ. બોઇઝ હાઇસ્કુલના આચાર્ય મોહમદહુસેન મલેક, પ્રાથમિક વિભાગના આચાર્ય ઇખ્લાસબેન સુબેદાર તથા સમગ્ર સ્ટાફ શાળા સેક્રેટરી નિસારએહમદ મલેક વકીલ મોહંમદહુસેન શેખ એમ.ઇ.એસ. નાગરવાડાના આર્ચાય શકીલખાન પઠાન, પ્રાથમિક વિભાગના આચાર્ય યાસ્મીન ઠાકોર, શાળા સેક્રેટરી વકીલ મોહંમદ ફારૂક સૈયદ, મન્ઝૂર સાલેરી તથા સમગ્ર સ્ટાફ એમ.ઇ.એસ. ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય હેમાબેન દુબે, પ્રાથમિક શાળાના આચાર્ય સાહેદા પઠાન, શાળા સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી સાયરાબેન પઠાન, કામિલમુન્શી તેમજ સમગ્ર સ્ટાફ ઉપરાંત બીનાનગર શાળાના આચાર્ય ઇમ્તિયાઝઅલી સૈયદ પ્રાથમિક શાળાના આચાર્ય જમીલએહમદ સૈયદ, શાળા સેક્રેટરી વકીલ ફિરોઝખાન પઠાન તથા સમગ્ર શાળા સ્ટાફ ઉપરોકત મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મેહમુદખાન પઠાણ, ઉપપ્રમુખ યદુલ્લાહ સૈયદ, જનરલ સેક્રેટરી વકીલ મોઇનુદ્દીન ટી.રીફાઇ, જોઇન્ટ સેક્રેટરી મોહંમદ શરીફ કાપડીયા, મેનેજમેન્ટ કમિટીના સભ્યો, એમ.એન. અબ્બાસી, આઇ.ડી. પટેલ, ફરીદ કટપીસવાલા, ગુલામરસુલ ઢેરીવાલા, નફીસા કાપડીયા, નસીમબેન સૈયદ, ઝેલા સાલેરી,વકીલ યુનુસખાન પઠાણ, ડો. મોહંમદહુસેન, ડો. ઇસ્માઇલ પાલા, ઇરશાદતૈયબજી, બશીરભાઇ શેખ, મોહંમદકાસિમ ડાંગીવાલા, ઇસ્માઇલભાઇ ગાંધી વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.