(એજન્સી) કોલકાતા, તા.રપ
સુપ્રીમ કોર્ટ દ્વારા ત્રણ તલાક પર કરવામાં આવેલ નિર્ણય પર વિરોધ બતાવતા પશ્ચિમ બંગાળના કેબિનેટ મંત્રી અને જમિયત ઉલમા-એ-હિન્દના અધ્યક્ષ સિદ્દીકુલ્લાહ ચૌધરીએ સવાલો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટના ત્રણ તલાકને ગેરબંધારણીય કરાર આપવાના નિર્ણય પર તેમણે કહ્યું કે આ મુસ્લિમ સમુદાયના અંગત કાયદા હેઠળ આવે છે. આમાં સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકારને દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી. મીડિયા સાથે વાતચીત કરતા સિદ્દીકુલ્લાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ત્રણ તલાકને ગેરબંધારણીય ગણાવ્યું છે પણ તેમનો નિર્ણય જ ગેરબંધારીય છે. આ નિર્ણયને અમે માન્ય રાખીએ જ નહીં. કોર્ટે ઈસ્લામની પરંપરાઓ જાણ્યા વગર જ ત્રણ તલાક પર ચુકાદો આપી દીધો છે. તેમનું કહેવું છે કે કુર્આનમાં ત્રણ તલાકની કોઈ વાત નથી પણ કુર્આનમાં ત્રણ તલાક વિશે કહેવામાં આવ્યું છે. અમારી કેન્દ્રીય કમિટી ત્રણ તલાકના મુદ્દે દિલ્હીમાં મીટિંગ કરશે જેમાં ત્રણ તલાક પર સુપ્રીમ કોર્ટ લીધેલા નિર્ણય પર એકશન લેવામાં આવશે કારણ કે કોર્ટે નિર્ણય આપતાં પહેલાં અમારી સમુદાયના વિશેષ સભ્યોથી વિચાર-વિમર્શ કરવું જોઈતું હતું.