(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ કહ્યું કે, એકવારમાં ત્રણ તલાકનો મુદ્દો સુપ્રીમમાં એટલા માટે પહોંચ્યો કારણ કે, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ મુસ્લિમ મહિલાઓની સમસ્યાઓના સમાધાન કરવામાં નિષ્ફળ રહ્યા બુખારીએ કહ્યું કે, એક વખતમાં ત્રણ તલાકના મામલે બોર્ડનું વલણ સરખું નથી મુસ્લિમ લો બોર્ડે કોઈ પગલાં ન ઉઠાવ્યા ? જેથી આ મહિલાઓ અદાલતમાં ગઈ. મુસ્લિમ લો બોર્ડે પહેલા અદાલતને જણાવ્યું કે, ત્રણ તલાકથી બચવા માટે નિકાહનામામાં સૂચન જારી કરવામાં આવશે જે ત્રણ તલાક આપે છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ત્રણ તલાકને ગેરબંધારણીય ગણાવી કહ્યું કે, આ ઈસ્લામનો ભાગ નથી.