અમદાવાદ, તા.૧૯
ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ડીઝલ અને પેટ્રોલના સતત વધી રહેલા ભાવ સહિતના વિવિધ મુદ્દે આવતીકાલથી અચોક્કસ હડતાળનું એલાન અપાયું છે. તેને ખાનગી લક્ઝરી બસ એસોસિએશને પણ સમર્થન જાહેર કરી રાત્રીના ૧ર વાગ્યાથી આવતીકાલ રાત્રીના ૧ર વાગ્યા સુધી એક દિવસ માટે બંધનું એલાન કરતા આવતીકાલે રસ્તાઓ પર ટૂંકો અને ખાનગી લક્ઝરીના પૈડાં થંભી જશે. અમદાવાદ શહેરથી રાજ્યભરનાં સુરત, રાજકોટ, ભાવનગર અમરેલી, દીવ, મુંબઇ સહિતના સ્થળોએ જવા ઉપડતી પ૦૦થી વધારે ખાનગી લક્ઝરી બસોનાં બુકિંગ આવતી કાલ એક દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. ર૦મીએ રાતના બાર વાગ્યા પછી રાબેતા મુજબ ખાનગી લક્ઝરી બસ સેવા શરૂ થઇ જશે. ટ્રાન્સપોર્ટર્સ એસોસિયેશન દ્વારા આજના સવારના ૬ વાગ્યાથી કોઇ પણ માલનાં બુકિંગ નહીં લેવાનો નિર્ણય લેવાયો છે તેવી જ રીતે ખાનગી લક્ઝરી બસોનાં બુકિંગ પણ શનિવાર એક દિવસ માટે બંધ કરાયાં છે. અમદાવાદની ૧૦૦૦થી વધુ અને રાજ્યભરની ૪૦૦૦થી વધુ બસોનાં પૈડા થંભી જશે.
રાજ્યના રસ્તાઓ પર આજે ટ્રકો તેમજ ખાનગી લક્ઝરી બસોના પૈડાં થંભી જશે

Recent Comments