નવી દિલ્હી, તા. ર૭
બાંગ્લાદેશનો યુવા ઓલરાઉન્ડર મોસાદ્રેકહુસેન પોતાની પત્ની દ્વારા લગાવાયેલા ગંભીર આરોપોના કારણે વિવાદોમાં ઘેરાયેલો છે. હુસેનની પત્ની શર્મિન સમીરાએ તેના ઉપર ઘરેલું હિસા અને દહેજનો આરોપ લગાવ્યો છે. શર્મિનનો દાવો છે કે હુસેન અને તેના પરિવારના સભ્યો સતત દહેજ માટે તેને પરેશાન કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હુસેને ૬ વર્ષ પહેલા જ તેની કઝીન શર્મિન સમીરા ઉષા સાથે લગ્ન કર્યા હતા. યુએઈમાં ૧૩થી ર૮ સપ્ટેમ્બર દરમ્યાન રમાનાર પ૦ ઓવરના એશિયા કપના સંભવિત ખેલાડીઓમાં હુસેનનું નામ પણ સામેલ હતું પણ જો તે આ મામલામાં સપડાઈ જશે તો તે ટીમની બહાર થઈ શકે છે. આવુંં પહેલીવાર નથી કે મેદાનની બહાર બાંગ્લાદેશી ખેલાડી આવા મામલામાં ફસાયા છે. આ પહેલા બાંગ્લાદેશી ઓલરાઉન્ડર શબ્બીર રહેમાન ઉપર પણ ગંભીર આરોપ લાગી ચૂક્યા છે. શબ્બીર પર બાળકો સાથે મારપીટ અને સોશિયલ મીડિયા પર પ્રશંસકને ધમકાવવાનો આરોપ લાગી ચૂક્યો છે. શર્મિનના વકીલ અનુસાર ૧પ ઓગસ્ટે એક મિલિયન (૧ર હજાર ડૉલર) મામલાના કારણે હુસેને શર્મિનને ઘરમાંથી કાઢી મૂકી હતી. હુસેનના ભાઈએ આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે.
બાંગ્લાદેશી ક્રિકેટર પર ૧ર હજાર ડૉલરના દહેજ માટે ત્રાસ આપવાનો પત્નીનો આરોપ

Recent Comments