અમરેલી, તા.૨૫
ઓબીસી, એસસી, એસટી એકતા મંચના કન્વીનર અલ્પેશ ઠાકોર આજે અમરેલીમાં આવી એક રોડ-શો કર્યો હતો અને શહેરના સંઘાણી ટાઉન હોલ ખાતે જનાદેશ સંમેલન યોજ્યું હતું. જેમાં ગુજરાતના મોટાભાગના રાજકારણીઓની ઝાટકણી કાઢી હતી અને શંકરસિંહના નામ લીધા વગર ત્રીજો મોરચો જન વિકલ્પ નહીં પણ ઠગ વિકલ્પ હોવાનું ચોંકાવનારૂ નિવેદન કરતા ખળભળાટ મચેલ છે. અમરેલીમાં આજે ઓબીસી અને એસસી, એસટી એકતા મંચના કન્વીનર અલ્પેશ ઠાકોરે આજે અમરેલીમાં એક રોડ-શો કર્યો હતો અને સંઘાણી ટાઉન હોલ ખાતે એક જનાદેશ સંમેલન યોજ્યું હતું. જેમાં ગુજરાતના રાજકારણીઓની ઝાટકણી કાઢી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવી નવી પાર્ટીઓ આવી રહી છે તો કોઈ જન વિકલ્પ પાર્ટી નામની પાર્ટી ઊભી કરી રહ્યા છે. જે પ્રજાને ફક્ત વિચલિત અને ભ્રમિત કરવાનો વિચાર છે. ગુજરાતના યુવાનો તથા ખેડૂતો જાગૃત થયા છેે. પચાસ વર્ષની રાજનીતિ હતી, પાવર હતો, તો શુકામ લોકોના કામો કર્યા નથી. આ ફક્ત પોતાની ખુરશીની ચિંતા કરવી અને પોતાનો જ વિચાર કરવો તેમ શંકરસિંહ વાઘેલાનું નામ લીધા વગર આ જન વિકલ્પ પાર્ટી નહીં પરંતુ હું તેને ઠગ વિકલ્પ પાર્ટી કહીશ તેવું ચોંકાવનારૂ નિવેદન કરતા ખળભળાટ મચેલ છે. સંમેલનમાં ઠાકોર સમાજ તેમજ ઓબીસી, એસસી, એસટી સમાજના લોકો શિક્ષણ પ્રત્યે તે બાબતે પણ આહ્‌વાન કર્યું હતું. અંતમાં ગાંધીનગર ખાતે ૯/૧૦ના રોજ સંમેલન મળવાનું છે તેમાં ૫થી ૭ લાખ લોકો ઉમટી પડવાના હોઈ તેમાં આવવા આહ્‌વાન કર્યું હતું.