(એજન્સી) નવી દિલ્હી,તા.રર
સુપ્રીમ કોર્ટે એક સાથે ત્રણ તલાક પર પ્રતિબંધ લગાવતા કેન્દ્ર સરકારને ૬ મહિનાની અંદર કાયદાઓ બનાવવા કહ્યું છે. પણ કેન્દ્ર સરકારે નવા કાયદાઓ ન બનાવવાના સંકેત આપ્યા છે. સરકારે કહ્યું કે આના માટે ઘરેલુ હિંસાના બનાવેલા હાલ કાયદા પર્યાપ્ત છે. ત્રણ તલાક પર નવા કાયદાઓ બનાવવા પર પત્રકારો તરફ પૂછવામાં આવેલ સવાલના જવાબમાં કાયદા મંત્રી રવિ શંકરે કહ્યું કે, ‘સરકાર આ મામલે સંગઠિત વિચાર કરશે, પ્રથમ દૃષ્ટિએ સુપ્રીમ કોર્ટનો નિર્ણય વાંચવાથી ખબર પડે છે કે, અદાલતે એક સાથે ત્રણ તલાકની પ્રક્રિયાને ગેરબંધારણીય ગણાવી છે. રવિ શંકરથી પૂછવામાં આવ્યું કે, એક સાથે ત્રણ તલાક વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો નિર્ણય કંઈ રીતે લાગુ થશે અને આ નિર્ણયને લાગુ કરવા માટે કંઈ નવી વ્યવસ્થાની જરૂરત છે. મંત્રીએ કહ્યું કે, જો કોઈ પતિ એક સાથ ત્રણ તલાક આપે છે તો આનાથી લગ્ન પૂરા નહીં થઈ જાય.
રવિ શંકર પ્રસાદે કહ્યું, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જો કોઈ વ્યક્તિ પોતાની પત્નીને એક સાથે ત્રણ તલાક આપે છે તો તેને કાયદેસર માનવામાં નહીં આવે. લગ્ન પ્રતિ તેની જવાબદારીઓ બની રહેશે. આ ઉપરાંત પત્ની પણ પોલીસમાં ફરિયાદ કરવા અને ઘરેલુ હિંસા હેઠળ ફરિયાદ દાખલ કરવા સ્વતંત્ર રહેશે.
ટ્રિપલ તલાક ચુકાદો : નવા કાયદાની જરૂર નથી, સુપ્રીમનો ચુકાદો દેશનો કાયદો : સરકાર

Recent Comments