(એજન્સી) હૈદરાબાદ, તા. ૨
સંસદમાં વિવાદાસ્પદ ત્રણ તલાક બિલ પસાર થયાના બે દિવસ બાદ તેલંગાણામાં મુસ્લિમ સંગઠનોઅ કહ્યું કે તેમને તેમના સૌથી વિશ્વાસુ પાર્ટી નેતાઓ દ્વારા છોડી દેવામાં આવ્યા છે. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇન્કલાબ-એ-મિલ્લતના અધ્યક્ષ સૈયદ તારિક ચતુરીએ આરોપ મૂક્યો છે કે ટીઆરએસ પાર્ટીએ ત્રણ તલાક બિલ પર પ્રતિબંધ લાદવામાં એનડીએનું સમર્થન કરીને મુસ્લિમો સાથે દગો કર્યો છે અને કહ્યું કે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવા માટે ટીઆરએસે માત્ર એક ડગલું ભર્યું છે. ટીઆરએસે માત્ર મુસ્લિમો સાથે દગો કર્યો નથી પરંતુ સંસદમાંથી વોકઆઉટ કરીને અમને ચોંકાવી દીધા છે. ઓવૈસી અને ધાર્મિક ગાદી બંનેએ મુસ્લિમોને તેમની સંપૂર્ણ નિષ્ફળતા માટે માફીની ઓફર કરવી જોઇએ. કાદરીએ કહ્યું કે તેલંગાણાના ગૃહ પ્રધાન મોહમ્મદ મહેમૂદ અલીની ભૂમિકા સ્તબ્ધ કરનારી હતી. મૌલાના ગુલામ સમદાની અલી ચતુરીએ ભાજપના આ પગલા અંગે ત્રણ તલાક પર ચુનિંદા રીતે કાયદો પસાર કરાવવા સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે કદાચ સરકારનો ઇરાદો મુસ્લિમ મહિલાઓને સુરક્ષા આપવા અને મુસ્લિમ પુરૂષોને લાલચ આપીને તેમને જેલભેગા કરવાનો છે. સીરતુન્નબી અકદામીના અધ્યક્ષ મૌલાના સૈયદ ગુલામ સમદાની અલી ચતુરીએ જાહેરાત કરી કે બિલ પાસ કરવા સામે સુપ્રીમકોર્ટમાં જઇશું. ટીઆરએસ સાંસદો દ્રારા કરવામાં આવેલા વોકઆઉટ અંગે બોલતા તેમણે કહ્યું કે ટીઆરએસ પાર્ટીએ મુસ્લિમ કલ્યાણ પર પોતાનો વાસ્તવિક ચહેરો ઉઘાડો કરી દીધો છે. અકાદમીના અધ્યક્ષે કહ્યું કે ગૃહમાં ટીઆરએસના વલણથી મુસ્લિમોને ભારે આઘાત લાગ્યો છે અને આગામી વખતે ટીઆરએસનો ચૂંટણીઓમાં પરાજય થાય, તેની અમે ખાતરી કરીશું. મુસ્લિમોને મસ્જિદો કે મુસ્લિમ પરામર્શ કેન્દ્રોમાં ઘરેલું મુદ્દાઓ ઉકેલવાની હાકલ કરવામાં આવી છે.