(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
સુપ્રીમની પાંચ જજોવાળી બંધારણીય ખંડપીઠે મુસ્લિમોમાં પ્રચલિત ટ્રિપલ તલાકને ગેરબંધારણીય અને અમાન્ય જાહેર કર્યાં છે. આ પ્રથાને મનમાની અને ઈસ્લામનો ભાગ ન હોવાનું જણાવતાં પાંચ સભ્યોની પીઠે કહ્યું કે ટ્રિપલ તલાક માટે કોઈ બંધારણીય રક્ષણ નથી. સમગ્ર દેશભરની રાજકીય પાર્ટીઓ દ્વારા સુપ્રીમના ચુકાદાને ઐતિહાસીક ગણાવીને આવકારવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું, નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદો ઐતિહાસીક. તેમાં મુસ્લિમ મહિલાઓને સમાનતા આપવામાં આવી. આ ચુકાદો મુસ્લિમ મહિલાનુ શસક્તિકરણ કરવાનું એક અસરકારક કદમ છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડીયાએ પણ સુપ્રીમના ચુકાદાનું સ્વાગત કર્યુંમ હતું. કોંગ્રેસે કહ્યું કે સુપ્રીમ આ ટ્રિપલ તલાક પરનો વિવાદ હમેંશને માટે ખતમ કરી નાખ્યો છે.
ટ્રિપલ તલાક પર સુપ્રીમના ચુકાદા વિશે ૫ અભૂતપૂર્વ તથ્યો
૧. સુપ્રીમના ચુકાદા અંગે ગૂંચવડો
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ જેએસ ખેહરે જેવો ચુકાદો વાંચવાનો શરૂ કર્યો કે તરત જ ઘણા લોકોએ એવી ધારણા વ્યક્ત કરી કે તેઓ પાંચ સભ્યોની ખંડપીઠનો ચુકાદો વાંચી રહ્યાં છે. વરિષ્ઠતાના ક્રમે, ચીફ જસ્ટીશ ખેહરે પહેલા તેમનો ચુકાદો જાહેર કર્યો અને કહ્યું કે ટ્રિપલ તલાક ઈસ્લામનો એક આંતરિક ભાગ છે. તેમણે સંસદને એક કાયદો ઘડવાનો આદેશ આપ્યો.
૨. જ્યારે ચીફ જસ્ટીશે અસંતોષનો સૂર વ્યક્ત કર્યો
એક અસમાન્ય કિસ્સામાં ચીફ જસ્ટીશ જેએસ ખેહરે ટ્રિપલ તલાકને રદ કરવાની તરફેણમાં ચુકાદો આપ્યો નહોતો. સુપ્રીમ કોર્ટના જસ્ટીશ કુરિયન, જોસેફ, ફલી નરીમાન અને યુ યુ લલિતે ટ્રિપલ તલાકની પ્રથાને નિરસ્ત કરી નાખી.
૩. ચીફ જસ્ટીશ ખેહરે સાંભળેલો આ છેલ્લો કેસ છે
ચીફ જસ્ટીશ જેએસ ખેહર ૨૭ ઓગસ્ટને નિવૃત થઈ રહ્યાં છે. ટ્રિપલ તલાક કેસ તેમનો સાંભળેલો છેલ્લો કેસ છે. બીજો એક કેસ પ્રાઈવેસી કેસ છે. તેમના અનુગામી તરીકે જસ્ટીસ દિપક મિશ્રાનું નામ આપવામાં આવ્યું છે.
૪. અને જ્યારે કોર્ટ પરિસરની અંદર જ કાનૂની દિગ્ગજો લડી પડ્યાં
ટ્રિપલ તલાકના ચુકાદાના મુદ્દે કેટલાક મોટા કાનૂની નિષ્ણાંતો લડી પડ્યાં હતા. પછી તે કપિલ સિબ્બલ, રામ જેઠમલાણી, સલમાન ખુરશીદ હોય કે ઈન્દીરા જયસિંહ હોય. કોર્ટ પરિસર તેમની ચર્ચાવિચારણાનું સાક્ષી બન્યું હતું. પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ સરકારનો પક્ષ રજૂ કર્યો. રોહતગીએ પત્રકારોને કહ્યું કે હું સંતોષ સાથે કહી શકું કે રાજીનામું આપતાં પહેલા મેં જે છેલ્લો કેસ લડ્યો હતો તે ટ્રિપલ તલાક છે.
૫. આ ધર્મની વાત છે
ટ્રિપલ તલાક પર ઐતિહાસીક ચુકાદો જાહેર કરનાર પાંચ સભ્યોની ખંડપીઠમાં વિવિધ ધર્મોના જજોનો સામેલ હતા. ચીફ જસ્ટીસ જેએસ ખેહર શીખ ધર્મના, જસ્ટીશ કુરિયન જોસેફ ઈસાઈ, જસ્ટીસ ફલી નરીમાન પારસી, જસ્ટીસ યુ યુ લલિત હિન્દુ અને જસ્ટીસ અબ્દુલ નઝીર મુસ્લિમ ધર્મના છે.