નવી દિલ્હી, તા. ૨૨
ટ્રિપલ તલાક મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુદ્દે અતિરેકને જોવા અવગણના અને વધુ ફુલાવાનું જોવા મળ્યું.પાકિસ્તાન, ઇજિપ્ત અને બાંગ્લાદેશ સહિતના ૨૦ મુસ્લિમ દેશોમાં આ પ્રથા પર પ્રતિબંધ છે જ્યારે ભારતમાં તેને પડકારવામાં ૭૦ વર્ષ લાગ્યા. એમાં ફુલાવાનું એ માટે છે કારણ કે, કાયદાની છાવણીમાં હવે મુસ્લિમ મહિલાઓ લડી શકશે. ઉદાર લોકશાહીના વાડામાં તેઓનો અધિકાર મળી રહ્યો નહોતો. ભારતના ઝેરી રાજકારણના વાતાવરણમાં પાંચ જજોની પીઠે આ ગોળી ગળવી જ પડશે જેમાં હાલના કાયદાશાસ્ત્રીઓ ઉદારવાદી,પારદર્શિતા અને ન્યાયના તમામ સિદ્ધાંતો વિરૂદ્ધ ધાર્મિક સુધારા કરશે. ચર્ચા એ છે કે, શા માટે ભારતે ૧૯૫૦માં હિંદુ પર્સનલ લો ઘડ્યો જે છેવટે ક્યારેય બંધબેસતો નથી. હિંદુ મેરેજ એક્ટ ૧૯૫૫, હિંદુ ઉત્તરાધિકારી એક્ટ ૧૯૫૬, હિંદુ લઘુમતી અને વાલીપણા કાયદો ૧૯૫૬ અને હિંદુ દત્તક અને જાળવણી કાયદો ૧૯૫૬ બંધારણીય ચકાસણીથી હિંદુપર્સનલ લો અને ગેરકાયદે પ્રથા છે. આ એક ચતુરાઇભર્યુ કામ છે જેનો લાંબાગાળે બહુમતીઓને ફાયદો થશે.
દુઃખની વાત એ છે કે, જવાહરલાલ નહેરૂ અને તેમના સાથીદારોએ મુસ્લિમ પર્સનલ લોને કાયદાકીય રૂપ આપવાનો વિરોધ કર્યો હતો જેમાં ઉદારવાદની સરખી તક આપવા તેમને પરવાનગી અપાઈ નહોતી. આ નિર્ણયમાં દેશના ભાગલાએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. માઇકલ વોલ્ઝરે પોતાના ૨૦૧૫ના પુસ્તકમાં લખ્યું હતું કે, નહેરૂ અને તેમના સાથીદારો ઇસ્લામિક માન્યતાઓ અને શરિયા અધિકારની શક્તિને પડકારવા માટે તૈયાર નથી. તેઓને ડર હતો કે, ધાર્મિક સુનાવણીની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તે સમયે બહુમતી માટે ઉદારતા હતી અને લઘુમતીઓ માટે ધાર્મિક આઝાદી. ત્યારથી મુસ્લિમ પર્સનલ લોને કાયદેસરની માન્યતા રાજકીય માળખામાં લપેટાઇ ગઇ. ભારતના સામાન્ય મુસ્લિમો માટે આ બાબત ત્યારથી જ પડકારજનક બની હતી. આના પરિણામે બે કમનસીબ વાસ્તવિકતા સામે આવી. બાદમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જેવા મુસ્લિમોના કહેવાતા હિમાયતીઓએ મુસ્લિમોના જીવન પર અંકુશ લાદી દીધા. સુપ્રીમ કોર્ટ દ્વારા મંગળવારે મુસ્લિમોમાં પ્રવર્તતી પ્રથા અંગે ઐતિહાસિક ચુકાદો સંભળાવવામાં આવ્યો. જોકે, સવાલ એ છે કે, પર્સનલ લો હવે બંધારણની કલમો અંતર્ગત સમાન અધિકાર રાખશે કે કેમ.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જેએસ ખેહર અને ન્યાયાધીશ અબ્દુલ નઝીરે ટ્રિપલ તલાકને સમર્થન કર્યું જ્યારે અન્ય ત્રણ જજોએ તેનો વિરોધ કર્યો હતો. આ ચુકાદો એક રીતે ભંગાણ જ ગણાય. હવે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે,આજે દેશમાં હિંદુ રાષ્ટ્રવાદ પ્રવર્તી રહ્યો છે અને તે બહુમતીની સરમુખત્યારશાહીમાં પરિવર્તિત થઇ રહી છે. જ્યારે ટ્રિપલ તલાકનો બચાવ કરતા એઆઇએમપીએલબીએ જણાવ્યું હતું કે, છૂટાછેડાની પ્રથા મુસ્લિમો કરતા હિંદુઓમાં વધારે પ્રવર્તી રહી છે. સામાજિક-આર્થિક બુરાઇઓમાંથી પસાર થતી હિંદુ મહિલાઓને મુસ્લિમ મહિલાઓ કરતા વધુ અંગત, રાજકીય અને આર્થિક રીતે સક્ષમતા રાખે છે. જસ્ટિસ નરિમને એકતરફી વલણ દાખવતા કહ્યું હતું કે, કોઇ મુસ્લિમ મહિલા કોર્ટ પાસે ન્યાય માગવા આવે ત્યારે કોર્ટ હાથ બાંધીને ન બેસી રહે.