(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
કોંગ્રેસના પૂર્વ નેતા પી ચીદંબરમ ટ્રિપલ તલાક પરનો ચુકાદો લૈંગિંક ન્યાયની પુષ્ટી કરનાર ગણાવ્યો. સુપ્રીમના ચુકાદાની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે બહુમતી આધારે આપવામાં આવેલા આ ચુકાદો લેંગિક ન્યાય અને પતિ પત્નીને સમાન દરજ્જો આપે છે.સુપ્રીમની પાંચ જજોવાળી બંધારણીય ખંડપીઠે મુસ્લિમોમાં પ્રચલિત ટ્રિપલ તલાકને ગેરબંધારણીય અને અમાન્ય જાહેર કર્યાં છે. આ પ્રથાને મનમાની અને ઈસ્લામનો ભાગ ન હોવાનું જણાવતાં પાંચ સભ્યોની પીઠે કહ્યું કે ટ્રિપલ તલાક માટે કોઈ બંધારણીય રક્ષણ નથી. સમગ્ર દેશભરની રાજકીય પાર્ટીઓ દ્વારા સુપ્રીમના ચુકાદાને ઐતિહાસીક ગણાવીને આવકારવામાં આવી રહ્યો છે.તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ત્રણ તલાકને કારણે મુસ્લિમ મહિલાઓ પર જુલમ થતો રહ્યો છે જ્યારે ઈસ્લામમાં ક્યાંય પણ ત્રણ તલાકની વ્યવસ્થા કરવામાં આવી નથી. આ ફક્ત કેટલાક તથાકથિત ધર્મગુરૂઓની બનાવવામાં આવેલી અન્યાયપૂર્ણ વ્યવવસ્થા છે. જેણે લાખો લોકોની જિંદગ બરબાદ કરી છે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે આ કાનૂન કોઈના પણ દબાણ વગર બનશે અને મુસ્લિમ મહિલાઓને ખુશાલીનો માર્ગ આપશે.