(એજન્સી) તા.૨૭
ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબે હવે મહિલાઓની સૌંદર્ય પ્રતિયોગિતાઓ પર પોતાનું તાજેતરનું નિવેદન આપ્યું છે. બિપ્લબ દેબ માને છે કે સુંદરતા માટે મહિલાઓ બ્યુટી પાર્લર પર નિર્ભર રહે છે અને ૧૯૯૭માં મિસ ઈન્ડિયા વર્લ્ડ બનેલી ડાયના હેડન તાજના કાબેલ પણ નહોતી. ધી નોર્થ ઈસ્ટ ટુડેના અહેવાલ અનુસાર વિવાદિત નિવેદન આપીને ચર્ચામાં રહેતા બિપ્લબ દેબે આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધાઓ અને તેની પાછળ થતા વેપાર પર પોતાના વિચારો રજૂ કર્યા છે. બિપ્લબ દેબે કહ્યું કે પહેલા ભારતીય મહિલાઓ ડેન્ડ્રફની મુક્તિ માટે શેમ્પૂ લગાવવાને બદલે વાળને ધોવા માટે સ્થાનિક પાંદડાનો ઉપયોગ કરતી હતી. તેમણે કહ્યું કે ભારતીય મહિલાઓ જ્યારે આંતરરાષ્ટ્રીય સૌંદર્ય ર્સ્પધા જીતવા લાગી તો સૌંદર્ય ઉત્પાદન બનાવતી કંપનીઓ ભારતના બજારોમાં પ્રવેશી ગઈ. સ્થાનિક મીડિયા અનુસાર માંડ માંડ હિન્દી બોલી શકતા દેબે કહ્યું કે બધી આંતરરાષ્ટ્રીય ફેશન અને ડિઝાઈન સ્પર્ધામાં પેરિસ આધારિત આયોજનકર્તા આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ માફિયા છે. તેમણે કહ્યું કે તે છોકરીઓની ભરતી કરે છે અને પછી ફેબ્રિક સાથે રેમ્પ પર વોક કરાવે છે. જે લોકો સર્ટિફિકેટ વેચે છે તે બધા આંતરરાષ્ટ્રીય ટેક્સટાઈલ માર્કેટ માફિયા છે. તે પહેલાથી જ નક્કી કરી લે કે આ વખતે એવોર્ડ કોને આપવાનો છે અને આ ૧૦૦ ટકા સત્ય છે. તેમણે દાવો કર્યો હતો કે ભારતીયોને ૫ વર્ષ સુધી લયબદ્ધ રીતે મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સનો એવોર્ડ અપાયો જેનાથી ભારતીય કોસ્મેટિક બજારને કબજે કરી શકાય ત્યારથી જ્યારે જૂના સમયમાં ભારતીય મહિલાઓ કોસ્મેટિક અને શેમ્પૂનો ઉપયોગ કરતી હતી. તેમણે કહ્યું કે ભારતીય મહિલાઓ કોસ્મેટિકનો ઉપયોગ કરતી ન હતી. તે શેમ્પૂનો ઉપયોગ કરતી ન હતી. અમે વાળ ઝરતાં મેથીના પાણી અને માટીથી ધોઈ નાખતા હતા. સૌંદર્ય સ્પર્ધાના આયોજકો આંતરરાષ્ટ્રીય માફિયા છે જેમણે ૧૨૫ કરોડ ભારતીયોના બજાર પર કબજો કરી લીધો છે. જેમાં અડધી મહિલાઓ છે. દરેક ખૂણામાં એક બ્યુટી પાર્લ છે. જ્યારથી આ લોકોએ બજાર પર કબજો કર્યો છે ત્યારથી સૌંદર્ય સ્પર્ધામાં જીતનાર કોઈ ભારતીય નથી. જોકે તે હરિયાણાની માનુષી છિલ્લરની વાત ભૂલી ગયા જે ૨૦૧૭માં વિશ્વ સુંદરી બની હતી. તાજેતરમાં બિલ્પબ દેબ મહાભારત કાળમાં ઈન્ટરનેટ ઉપલબ્ધ હોવાની વાત કહીને વિવાદોમાં ફસાયા હતા.