(એજન્સી) ગુવાહાટી,તા.૮
વિવાદાસ્પદ સિટિઝન્સ એમેડમેન્ટ બિલના વિરોધમાં ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ૧૧ કલાકના બંધ સાથે દેખાવો યોજાયા હતા. આસામમાં ઓલઆસામ સ્ટુડંટ યુનિયર અને આસામ ગણ સંગ્રામ પરીષદ દ્વારા બંધનું આહવાન કરાયું છે. આસામ ગણસંગ્રામ પરિષદે ભાજપના નેતૃત્વવાળી આસામની ગઠબંધન સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો. બંધને કોંગ્રેસ, ડેમોક્રેટીક ફ્રંટ ક્રીશક મુક્તિ સંગ્રામ સમિતિ, પ્રદેશ સ્ટુડંટ યુનિયન, ગારો સ્ટુડંટ યુનિયર, નાગા સ્ટુડંટ ફેડરેશન, ઓલ મણીપુર સ્ટુડંટ ફેડરેશન, ત્રિપુરા સ્ટુડંટ ફેડરેશનને હડતાળને ટેકો આપ્યો છે. પ્રદર્શનકર્તાઓએ બંધ દરમ્યાન ગુવાહાટીમાં ટાયરો બાળ્યા હતા. આસામના તીનસુકિયા દિબ્રુગઢ જિલ્લામાં વાહનોની અવરજવરને રોકી હતી. ગુવાહાટીમાં રેલવે ટ્રેકને થોડાક સમય માટે બ્લોક કરાયા હતા. પોલીસે પ્રદર્શનકર્તાઓએ રોક્યા હતા. વિમાની સેવાઓ કાર્યરત હતી. ૮૬૦ શહીદોના પરિવારોને ર૦૧૬માં આસામ સરકારે એવોર્ડ આપ્યા હતા. તેને જો બિલ પાસ થાય તો પરત કરવાની ધમકી આપી હતી. બરાક વેલીમાં લોકો બિલનું સમર્થન કરે છે. ત્યાં બંધની અસર જોવા મળી ન હતી. બ્રહ્મપુત્રા ખીપમાં દુકાનો, બજારો, શાળા-કોલેજો બંધ રહ્યા હતા. તેમજ વાહનવ્યવહાર ઠપ રહ્યો હતો. લાંબારૂટની બસ સેવાઓ પણ બંધ રહી હતી. ત્રિપુરામાં બંધ દરમ્યાન ખુમુલંગમાં દેખાવકારો પર પોલીસે ખુલ્લો ગોળીબાર કર્યો હતો. જે ઓટોનોમસ જિલ્લો છે. ભાજપ જ્યાં સત્તામાં છે. પોલીસ ફાયરિંગમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. મીઝોરમના મુખ્યમંત્રી ઝોરમાંથગોએ દેખાવો અને બંધને ટેકો આપ્યો હતો. દિલ્હીમાં પણ દેખાયો યોજાયા હતા. ૧૯પપના સિટિઝનશીપ બિલ સામે વ્યાપક વિરોધ વંટોળ ફાટી નિકળ્યો હતો. નવા સુધારામાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગલાદેશથી આવેલા શીખ-મુસ્લિમો, જૈન-હિન્દુ શરણાર્થીઓને નાગરિકત્વ આપવા અંગે સરકાર નવુ બિલ લાવી છે.