(એજન્સી) ત્રિપુરા, તા.ર૭
ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબકુમાર દેવની એક વીડિયોક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જ્યાં તેમને કથિત રીતે આ કહેતા જોવામાં આવ્યા છે કે, તેમના રાજ્યમાં નાગરિક રજિસ્ટર (એનઆરસી) લાગુ કરવાથી તેમને પોતાના મુખ્યમંત્રી પદ ગુમાવવાનો ખર્ચ ઉઠાવવો પડશે. દેવ વીડિયોમાં કહેતા દેખાઈ રહ્યા છે કે, તેમના પિતા અને સંબંધી બાંગ્લાદેશથી આવ્યા હતા અને જો ત્રિપુરામાં એનઆરસી લાગુ કરવામાં આવે છે તો તે તેનાથી પ્રભાવિત થનારાઓમાંથી હશે જે પોતાનું મુખ્યમંત્રી પદ ગુમાવી દેશે. તેમણે જણાવ્યું કે, હું પોતાના રાજ્યમાં લાગુ કરું તો મારા સંબંધીઓ, મારા પિતા બાંગ્લાદેશથી આવ્યા છે. તેમને પોતાનું નાગરિકતા કાર્ડ મળ્યું છે. ત્યારબાદ મારો જન્મ ત્રિપુરામાં થયો માટે જો કોઈને એનઆરસીના કારણે નુકસાન થાય છે તો હું પહેલાં પોતાનું મુખ્યમંત્રી પદ ગુમાવી દઈશ. શું હું મૂર્ખ છું કે, મુખ્યમંત્રી પદ ગુમાવવા માટે હું એનઆરસી લાગુ કરીશ ?