(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
જેડીયુના બાગી નેતા શરદ યાદવે ગુરૂવારે દિલ્હીમાં વિપક્ષી નેતાઓનું સંમેલન બોલાવ્યું હતું. જેનું નામ સાજી વિરાસત બચાવો રખાયું હતું. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંગ, સીતારામ યેચૂરી, ગુલામનબી આઝાદ, ફારૂક અબ્દુલ્લાએ ભાગ લીધો હતો. સંમેલનને સંબોધતા શરદ યાદવે કહ્યું કે દેશમાં કિસાનો અને દલિતો સાથે અત્યાચાર થઈ રહ્યા છે. દેશભરમાં બેચેની છે, મે કોઈને બોલાવ્યા નથી છતાં હજારો લોકો મારી સાથે જોડાયા છે. આ કાર્યક્રમમાં બોલતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના એક નેતા બ્રિટીશ સરકાર સામે લડાઈ કરી શક્યા ન હતા. અંગ્રેજોને જેલમાંથી પત્ર લખી મુક્ત કરવા વિનંતી કરી હતી. મોદીએ ર કરોડ લોકોને રોજગારી અને ૧પ લાખ રૂપિયાનું વચન આપ્યું હતું. તે વાયદો પૂરો કર્યો નહીં.
રાહુલ ગાંધીએ આરએસએસ પર હુમલો કરતાં કહ્યું કે સંઘના લોકો ત્રિરંગાને સત્તા પર આવ્યા બાદ સલામ કરતા થયા છે. ચૂંટણી નહીં જીતવાના ડરથી સંઘના લોકોને બધે જ દાખલ કરવા લાગ્યા છે. બે વર્ષમાં મોદી સરકારે ૧ લાખ ૩૦ હજાર કરોડ ૧૦-૧પ ઉદ્યોગપતિઓના માફ કર્યા. જ્યારે તામિલનાડુના કિસાનો જંતર-મંતર પર પ્રદર્શન કરી થાકી ગયા છતાં દેવું માફ કરાતું નથી. મોદીએ દેશને ૧પથી ર૦ ઉદ્યોગપતિઓના હાથમાં મૂકી દીધો છે. જે લોકો મોદીની માર્કેટિંગ કરે છે. સચની જીત થાય છે. મોદીજીનું મેક ઈન ઈન્ડિયા ફેલ ગયું. ગુજરાતમાં પથ્થરબાજો સાથે મેં વાત કરવા ઈચ્છા કરી ઊભો રહ્યો ત્યારે તેઓ ભાગી ગયા. મેક ઈન ઈન્ડિયાના સ્થાને ઠેર-ઠેર મેડ ઈન ચાઈના જોવા મળે છે. કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે શરદ યાદવની પાર્ટી અસલી જેડીયુ છે. આજે અંગ્રેજ નથી પરંતુ તેના સમર્થકો છે. ભારત છોડો સમયે સામેલ ન હતા. તેઓ આજે કટોકટીના બાપ થઈ રાજ કરે છે. ટોઈલેટમાં પણ માઈક્રોફોન લગાવાયું છે. શરદ યાદવે મંત્રી થવાનો પ્રસ્તાવ ફગાવી દીધો. ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે હું એક હિન્દુસ્તાની મુસલમાન છું, ભાજપ જોડવાના બદલે તોડવાનું કામ કરે છે. એક પાકિસ્તાની થયું હજુ કેટલા પાકિસ્તાન કરશો ? અમે ૧૯૪૭માં પાકિસ્તાન જઈ શકતા હતા. પરંતુ ગયા નહીં. ઘાટીમાં લોકોને પાકિસ્તાની ચીતરાય છે. અમે પાકિસ્તાની કે અંગ્રેજ મુસ્લિમ નથી. એક હિન્દુસ્તાની મુસલમાન છીએ. નીતિશકુમાર સામે શરદ યાદવે મોટા પાયે બળવો કરતાં નીતિશે શરદ યાદવને રાજ્યસભાના નેતા પદેથી દૂર કર્યા હતા. અલી અનવર સામે પણ કાર્યવાહી કરી. રમઈરામ પણ શરદ યાદવ કેમ્પમાં છે. શરદ યાદવે વિપક્ષી નેતાઓની બેઠકો બોલાવી ભાવિ રાજકીય વ્યૂહરચના માટે ચર્ચા કરી હતી. ૧૭ વિપક્ષ પાર્ટીઓના નેતાઓ બેઠકમાં હાજર હતા. શરદ યાદવે વિરાસત બચાવો આંદોલનના નામે પોતાની ઓળખ ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે તે માટે આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરને પણ બોલાવાયા હતા. મહારાષ્ટ્ર કિસાન નેતા રાજુશેટ્ટી શેતકારી સંગઠન એનડીએ સાથે હતા. પરંતુ હવે તે એનડીએથી દૂર જાય છે. શરદ યાદવે બુધવારે પ્રેસ વાર્તામાં નીતિશકુમાર સામે કંઈપણ બોલવાનો ઈન્કાર કર્યો હતો. આ સંમેલન કોઈની સામે નથી. ફક્ત સંયુક્ત વિરાસત બચાવવા છે. રોહિત વેમુલા કાંડ, ઉના દલિત કાંડ, કિસાન આત્મહત્યા જેવી ઘટનાઓએ સંમેલન બોલાવવા પ્રેરિત કર્યો.
જદયુ મહાસચિવ કેસી ત્યાગીએ કહ્યું કે વિરાસત બચાવવા માટે શરદ યાદવ ઝુંબેશ કરે છે તો વાંધો નથી. પરંતુ ર૭ ઓગસ્ટે પટનામાં લાલુ યાદવની રેલીમાં ભાગ લેશે તો જદયુમાં શરદ માટે કોઈ સ્થાન નથી. જદયુ ૧૯ તારીખે પટનામાં બેઠક કરી રહ્યું છે. જેમાં એનડીએમાં સામેલ થવા અંગે નિર્ણય કરશે.