(એજન્સી) નવી દિલ્હી,તા.ર૪
મધ્ય ટોરન્ટામાં સોમવારે મોડી રાત્રે એક ટ્રકે ડઝનબંધ રાહદારીઓને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં ૧૦ લોકોના મોત થયા જયારે કે ૧પ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના સ્થળે પહોંચેલ પોલીસ દળોએ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડયા હતા. અને ઘટના અંગે ટવીટરના માધ્યમથી લોકોને જાણકારી આપી હતી.
પોલીસ સૂત્રોઅનુસાર આ ઘટના પાછળ કોઈ આતંકવાદી એક સંગઠનની ભૂમિકા હોવાની શકયતા છે. આ ઘટના અંગે તપાસ ચાલી રહી છે અને આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. ઘટના સ્થળે હાજર લોકોનું માનવું છે કે ટ્રક ચાલકે જાણી જોઈને લોકોને ટક્કર મારી હતી. નોંધનીય છે કે આ પહેલા અમેરિકા અને યુરોપમાં આ પ્રકારની ઘણી આતંકવાદી ઘટનાઓ બની ચૂકી હોવાથી પોલીસ આ ઘટનાની ઘણી સંવેદનશીલતાથી તપાસ કરી રહી છે.