(એજન્સી) વોશિંગ્ટન,તા.૨
રોજગારી અને સારા જીવનની તલાશમાં લેટિન અમેરિકાના દેશ હોંડુરાસ, ગ્વાટેમાલા અને અલ સલ્વાડોરથી અંદાજે ૧૦ હજાર લોકો અમેરિકા તરફ આગળ વધી રહ્યા છે. તેમને રોકવા માટે અમેરિકા-મેક્સિકો બોર્ડર પર ૧૫ હજાર સૈનિકો તહેનાત છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, જો ભીડ પથ્થરમારો કરે તો તેમના પર ગોળી ચલાવતા સહેજ પણ ખચકાતા નહીં.
ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા સેના ગરેકાયદેસર રીતે આવી રહેલા અપ્રવાસીયો પર ગોળીબાર નહીં કરે. તેઓ દેશની જવાબદાર સેના છે. પરંતુ જો લોકો સેના પર પથ્થરમારો કરશે જેવો મેક્સિકોમાં કરવામાં આવ્યો હતો. તો તેનો જવાબ ગોળીઓ ચલાવીને આપવામાં આવશે. પથ્થર મારવા અને ગોળી ચલાવવી તેમાં વધારે ફેર નથી.
ટ્રમ્પના જણાવ્યું કે, આ અપ્રવાસીઓ હિંસક રીતે પથ્થરમારો કરે છે. ત્રણ દિવસ પહેલાં પણ આવું જ થયું હતું. તેના કારણે ઘણાં સૈનિકો ઘાયલ થયા હતા. જો તેઓ પથ્થરમારો કરશે તો મિલેટ્રી તેનો જવાબ આપશે.
ટ્રમ્પે એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે, કેમ કોઈ દેશ આ અપ્રવાસિયોને રોકી નથી શકતો ? જ્યારે હકીકતમાં તો આ લોકો તેમના દેશમાંથી નીકળે તે પહેલાં જ તેમને અટકાવી દેવા જોઈએ.
અમેરિકન સીમા પર ૧૦ હજાર લોકોને રોકવા માટે ૧૫ હજાર જવાન તહેનાત કરવામાં આવ્યા છે. ટ્રમ્પે આ પહેલાં ૫,૨૦૦ જવાનોને તહેનાત કરવાની વાત કરી હતી. જેથી તેઓ કાયદાકીય પ્રક્રિયામાં મદદ કરી શકે.
અત્યારે મેક્સિકો સીમાના નેશનલ ગાર્ડના ૨,૧૦૦ જવાનો સહિત અંદાજે ૫,૮૦૦ જવાન તહેનાત છે. આ મિશનને ‘ઓપરેશન ભરોસેમંદ દેશભક્ત’ નામ આપવામાં આવ્યું છે.
આ ૧૦ હજારનું ટોળું ૨૦ દિવસ પહેલાં સૈન પેડ્રોથી નીકળ્યું હતું. અહીંના ૧૬૦ લોકો ગરીબી અને બેરોજગારીથી તંગ આવીને અમેરિકા તરફ વધ્યા હતા. જોત જોતામાં તેમાં ૭,૦૦૦ લોકો જોડાયા. તેમાં ૧,૦૦૦ મહિલાઓ અને બાળકો પણ છે. મેક્સિકોમાં આશરો મેળવવા માટે રોજ ૩૦૦૦ અરજીઓ આવી રહી છે.