(એજન્સી) ન્યૂયોર્ક, તા.૧ર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશની પરમાણુ નીતિ અંગે ચેનલો દ્વારા ફેલાવાતા ખોટા સમાચારો અંગે ચેતવણી આપી છે.
ટ્રમ્પ અને સહાયકોએ આવા નકલી અને ખોટા સમાચારો કોઈપણ જાતના પુરાવા વગર ચેનલો દ્વારા પ્રસિદ્ધ કરી લોકોમાં શંકાઓ પેદા કરી છે. જ્યારે એનબીસી ચેનલે એવા સમાચાર પ્રસારિત કર્યા કે, ટ્રમ્પ પરમાણુ શસ્ત્રોમાં ૧૦ ગણો વધારો કરવા જઈ રહ્યા છે. જે ટ્રમ્પની સર્વોચ્ચ સલામતી સમિતિમાં હાજર રહેલા ત્રણ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું. આવા સમાચારો ચેનલોએ જાતે ઉપજાવી કાઢેલ છે. આવા ખોટા સમાચારો પ્રસિદ્ધ કરનાર ચેનલો એનબીસી અને તેના નેટવર્કને હવે લાયસન્સ નોંધણી માટે પડકારનો સામનો કરવો પડશે. નેટવર્કના સમાચારો વિરોધાભાસી ઉપજાવી કાઢેલા અને ખોટા છે જે તેમના પરવાના રિન્યુ સામે જરૂર પડકાર ઊભો થશે.
ટ્રમ્પે એક ટ્‌વીટ કરી ન્યુક્લિયર હથિયારો અંગેના સમાચારો પ્રસિદ્ધ થયા છે તે બનાવટી છે. જે લોકો માટે સાચા નથી. એનબીસીએ પરમાણુ હથિયારોમાં ૧૦ ગણો વધારો કરવાના સમાચારો ત્રણ અધિકારીઓને ટાંકીને પ્રસિદ્ધ કર્યા હતા. બેઠકમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ પરમાણુ શસ્ત્રોની વાત કરી નથી પરંતુ વધારાના દળો અને લશ્કરી શસ્ત્રસરંજામની ઈચ્છા વ્યક્ત કરી હતી.