(એજન્સી) પ્યોંગયોંગ, તા. ૧૧
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પઅને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોગ ઉન વચ્ચે ચાલી રહેલા વાદ-વિવાદની વચ્ચે કોરિયાએ એવું કહ્યું કે ટ્રંપે પોતાની એશિયન દેશોની પહેલી મુલાકાતમાં યુદ્ધની ભીખ માંગી છે. દેશની સત્તાવાર સમાચાર એજન્સીએ તેની એક ખબરમાં કહ્યું કે ટ્રમ્પવિશ્વ શાંતિ માટે ઘાતક હોવાનું વધુ એક વાર પુરવાર કર્યું છે. તેમણે ઉત્તર કોરિયન મહાદ્વીપ માટે એશયાના દેશો પાસે ભીખ માંગી છે. ટ્રંપે બુધવારે ઉત્તર કોરિયાને ચેતવણી આપતાં કહ્યું હતું કે અમેરિકાની ઉપેક્ષા કરવાનું ભારે પડશે. ઉત્તર કોરિયન સરકારના પ્રવક્તાએ કહ્યું કે પ્યોંગયોગનેને તેના પરમાણુ પ્રોગ્રામોને આગળ વધારતાં કોઈ પણ અટકાવી નહીં શકે. તાજેતરમાં ઉત્તર કોરિયાના પરમાણુ પ્રોગ્રામો પર સમગ્ર વિશ્વમાં તંગદીલી ઊભી થઈ છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને એપીઈએસ સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના વખાણ કરતાં કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પસુક્ષિશિત અને સભ્ય છે. ઉત્તર કોરિયાએ મહદઅંશે તેના અત્યાર સુધીના સૌથી મોટા છઠ્ઠા પરમાણુ પરીક્ષણ કર્યું છે અને ડઝન મિસાઈલોનું પરીક્ષણ પણ કર્યું. ટ્રંપે ચેતવણી આપતાં કહ્યું કે અમેરિકાની ઉપેક્ષા કરવાનું ભારે પડશે. ટ્રંપે કહ્યું હતું કે જો ઉત્તર કોરિયા પરમાણુ કાર્યક્રમોને બંધ કરે તો અમેરિકા તેને સારૂ ભવિષ્ય આપવા તૈયાર છે.