(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૬
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની અનુચિત વ્યાપારિક ગતિવિધિઓની તપાસ કરવા માટે આદેશ આપ્યો છે. યુએસ વેપારના પ્રતિનિધિ રોબર્ટ લાઈપીઝરે જણાવ્યું કે ચીનની બૌદ્ધિક સંપત્તિ પર વેપારનીતિના કારણે અમેરિકાના વેપાર અને નોકરીને નુકસાન થઈ રહ્યું છે. ટ્રમ્પના તપાસના આદેશને મોટો વળાંક કહેવામાં આવ્યો હતો. અમેરિકન બૌદ્ધિક સંપત્તિની ચોરી કમિશને જણાવ્યું હતું કે અમેરિકી અર્થતંત્રને દર વર્ષે ૬૦૦ બિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. તેની પાછળનું કારણ વેપાર ખાનગીઓની ચોરી અને નકલી માલ-સામાન બનાવવો, તેમજ સોફ્ટવેરની ચોરી છે. ચીન અદૃશ્ય મિલકતોનો ઉલ્લંઘન કરવામાં નંબર વન છે. તે અમેરિકામાં પ્રવેશતા ૮૭ ટકા નકલી માલસામાન માટે તે જવાબદાર છે. ચીની કંપનીઓ અમેરિકી ઉત્પાદનો અને વિચારોની ચોરી કરી અમેરિકામાં જ ઓછા ભાવે વેચે છે. જેના કારણે દેશને ૩૧૦ બિલિયન વેપારની ખાદ્ય ભોગવવી પડે છે. અમેરિકી કંપનીએ ચીનમાં નિયમો વિશે પણ નારાજગી વ્યક્ત કરી હતી.