(એજન્સી) પ્યોંગપોંગ, તા. ૧૨
ઉત્તર કોરિયાએ ફરી વાર અમેરિકાને ગંભીર ધમકી આપી છે. કોરિયાએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રંપે યુદ્ધની ચીનગારી ચાંપી, અમે આગના ગોળાઓ વડે હિસાબ ચૂકતે કરીશું. ટ્રંપે યુદ્ધની શરૂઆત કરી દીધી છે. એટલે હવે અમેરિકાએ આગના ગોળાથી પસાર થવું પડશે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રી રિ યાંગે એક રશિયન ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં આ ટીપ્પણી કરી હતી. વિદેશ મંત્રી યાંગે કહ્યું કે અમારો પરમાણુ કાર્યક્રમ આ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાની ગેરન્ટી છે અને તે ચર્ચાનો વિષય ન બનવો જોઈએ. તેમણે કહ્યું કે અમેરિકામાં પોતાના ઝઘડાળુ અને પાગલપન ભરેલા બયાનોથી ટ્રંપે અમારી સામે યુદ્ધની શરૂઆત કરી દીધી છે પરંતુ છેલ્લો વાર અમે કરીશું. શબ્દોથી નહીં પરંતુ અમેરિકામાં આગળા ગોળા વરસાદીને કરીશું. આ પહેલા કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ટ્રંપને દુષ્ટ રાષ્ટ્રપતિ ગણાવ્યાં હતા. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે અમે આખરી વાર કરવાની નજીક પહોંચી ગયાં છીએ જેનાથી અમે અમેરિકા સાથે પાવર સંતુલન હાંસલ કરી લેશું. અમે અમારા પરમાણુ હથિયારોની બાબતે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા તૈયાર નથી. હવે વાતચીતથી નહીં પરંતુ યુદ્ધનો ઉકેલ આવશે. આ પહેલા ટ્રંપે એવું કહ્યું કે ઉત્તર કોરિયાના નવા મિસાઈલ અને પરમાણુ પરીક્ષણ પર મારો અલગ વિચાર છે. હવે આ સમસ્યા એ તબક્કે પહોંચી ગઈ છે કે જ્યાં કંઈ તો કરવું જ પડશે. મને લાગે છે કે આ બાબતે આપણે બીજાના મુકાબલે સખ્તાથી કામ કરવું પડશે. ટ્રંપે બુધવારે મીડિયા સાથેની વાતચીતમાં આ ટીપ્પણી કરી હતી. કોરિયન વિદેશ મંત્રીએ અમેરિકાને ધમકી આપતાં કહ્યું કે ડોનાલ્ડ ટ્રંપે યુદ્ધની ચીનગારી ચાંપી, અમે આગના ગોળાઓ વડે હિસાબ ચૂકતે કરીશું. ટ્રંપે યુદ્ધની શરૂઆત કરી દીધી છે.