(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૯
યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC)માં જેરૂસલેમમાં રાજદૂતાવાસીય મિશનને સ્થાપવા અંગે ઠરાવ પસાર કરવામાં આવશે. આ પગલું એવા સમયે ભરવામાં આવ્યું છે જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જેરૂસલેમને ઈઝરાયેલના પાટનગર તરીકે જાહેર કર્યું છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ઈજિપ્ત દ્વારા સુચવાયેલા એક પાનાના ડ્રાફટ બિલમાં પવિત્ર શહેર જેરૂસલેમ અંગે સલામતી પરિષદના ઠરાવ સાથે તમામ દેશોને સહમત રહેવા માગ કરાઈ છે અને કોઈપણ દેશને ઠરાવની વિરૂદ્ધ ન જવા અપીલ કરવામાં આવી છે.
તથા ઠરાવમાં કુલ ૧પમાંથી ૯ મત વિરૂદ્ધમાં આવવા જરૂરી છે આમાં સલામતી પરિષદના કાયમી સભ્યોના કોઈપણ મત ગણવામાં નહીં આવે. આ ઠરાવમાં અમેરિકા કે ટ્રમ્પનો કોઈ ઉલ્લેખ નથી અને તેમાં ખેદ વ્યક્ત કરાયો છે કે જેરૂસલેમના દરજ્જા અંગે તાજેતરના નિર્ણય વિરૂદ્ધ ઘેરું દુઃખ વ્યક્ત કરાયું છે. ટ્રમ્પના નિર્ણયને કારણે વિશ્વના મોટાભાગના દેશોમાં આકરો પ્રતિસાદ જોવા મળ્યો છે. અને મુસ્લિમ દેશો સહિત યુરોપિય દેશોમાં દેખાવો યોજાઈ રહ્યા છે. રવિવારે ઈઝરાયેલના ભારત માટેના રાજદૂત ડેનિયલ કેરમોને જણાવ્યું હતું કે, જેરૂસલેમ ઈઝરાયેલના પાટનગર તરીકે જળવાઈ રહેશે.