અમદાવાદ,તા.ર૪
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહપરિવાર અમદાવાદ આવ્યા હતા. ત્યારે એરપોર્ટથી સાબરમતી ગાંધીઆશ્રમ અને ગાંધીઆશ્રમથી મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ સુધીના રર કિલો મીટરના રોડ-શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો રોડ-શોમાં હાજર રહ્યા હતા. ત્યાર વિવિધ રાજયોની સંસ્કૃતિને ઝાંખી કરાવતા નૃત્યો પણ રોડ-શોના રૂટ પર રાખવામાં આવ્યા હતા.
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પ અમદાવાદ લેન્ડ થતા જ ગુજરાત સહિત ભારતભરના ૧૦૦૦થી વધુ કલાકારોએ શંખનાદ, બેડા નૃત્ય, ઢોલ, ઢોલ, ભૂંગળી શરણાઈથી સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા, જામ ખંભાળિયા, સાબરકાંઠા, જૂનાગઢ, છોટા ઉદેપુર, જોરાવરનગર, ભરૂચ, ડાંગ, સુરેન્દ્રનગર, પોરબંદર વગેરે સ્થળોના પરંપરાગત નૃત્યો કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના એરક્રાફટથી ઉતરીને એરપોર્ટની બહાર નીકળ્યા ત્યાં સુધી આ કલાકારોએ પર્ફોમન્સ કર્યું હતું. ટ્રમ્પ-મેલેનિયા માટે ભારતભરના લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં રાજસ્થાનનું અંગીધર નૃત્ય, પશ્ચિમ બંગાળનું ચહુ નૃત્ય, અસામનું બીહુ નૃત્ય, ઉત્તરપ્રદેશનું મયુર નૃત્ય, પંજાબના ભાંગડા, મહારાષ્ટ્રનું થંગરીગજા ડાન્સ, કેરળનું કથકલી સહિતના કલાકારીએ નૃત્ય કરીને ટ્રમ્પ- મેલેનિયાનાનું સ્વાગત કર્યું હતું.
Recent Comments