અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રીમતી મેલાનિયા ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી પહોંચતા હવાઈ મથકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય પરંપરા પ્રમાણે ભેટીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિને રાજયપાલ આચાર્ય દેવવ્રતએ તથા  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવકાર્યા હતા. હવાઈ મથકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રીમતી મેલાનિયા ટ્રમ્પનું ગુજરાતની ભાતીગળ અને વિવિધ પ્રાદેશિક નૃત્યોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.