વૉશિંગ્ટન,તા.૨૪
પાકિસ્તાનની મુલાકાત લેવા વડા પ્રધાન ઈમરાન ખાનના આમંત્રણને અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું છે. જ્યોર્જ બુશ બાદ આ રાષ્ટ્રની મુલાકાત લેનારા ટ્રમ્પ છઠ્ઠા પ્રમુખ બનશે. બુશે પાકિસ્તાનની મુલાકાત માર્ચ – ૨૦૦૬માં લીધી હતી ત્યારે પાકિસ્તાન પરવેઝ મુશર્રફના લશ્કરી શાસન હેઠળ હતું. વૉશિંગ્ટનમાં પાકના વિદેશ પ્રધાન એફ. એમ. કુરેશીએ જણાવ્યું હતું કે ટ્રમ્પની મુલાકાતની વિગતોને ટૂંકમાં આખરી રૂપ અપાશે. ઈમરાન ખાને પાકની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું જે ટ્રમ્પે સ્વીકાર્યું હતું. ૧૯૫૯ બાદ પાકિસ્તાનની મુલાકાતે ફક્ત પાંચ પ્રમુખ આવ્યા હતા. ૨૦૦૬માં બુશ આવ્યા હતા. ૧૩ વર્ષ બાદ યુએસ પ્રમુખ પાકની મુલાકાત લેશે. યુએસ – પાકના સંબંધ આમ તો બહુ સારા નથી. આતંકવાદી મુખ્ય મુદ્દો રહ્યો છે.